સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે હોસ્પિટલમાં જણાઈ રહ્યા છે. આ તસવીર જાેઈને ફેન્સ ચિંતામાં મૂકાયા હતા. મિથુન ચક્રવર્તીના દીકરાએ પિતાના સ્વાસ્થ્ય અંગે ખુલાસો કર્યો છે. મિથુન ચક્રવર્તીની કિડનીમાં પથરીની સમસ્યા હોવાને કારણે તેમને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી.
બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર પાછલા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને રવિવારના રોજ તેમને રજા આપવામાં આવી છે. ત્યારે હવે મિથુન ચક્રવર્તીને દાખલ કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મિથુન ચક્રવર્તીની તસવીર પણ વાયરલ થઈ રહી છે. બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર તેમના પેટમાં દુખાવો હતો, તાવ અને અન્ય સમસ્યાઓ પણ હતી.
જાે કે હવે તેમને પણ રજા આપી દેવામાં આવી છે. તેમના દીકરા મહાઅક્ષય ચક્કવર્તીએ જણાવ્યું કે, તેમના પિતા અત્યારે સ્વસ્થ છે. દીકરા મહાઅક્ષય ચક્રવર્તીએ જણાવ્યું કે, પિતા મિથુન ચક્રવર્તીની કિડનીમાં પથરી હતી. આ કારણે તેમને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. ત્યારપછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમને રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે પાછા આવી ગયા છે. અત્યારે તેઓ ફિટ એન્ડ ફાઈન છે.
ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા. પરંતુ દીકરીએ આપેલી હેલ્થ અપડેટ પછી તમણે હાશકારો મેળવ્યો છે. નોંધનીય છે કે અત્યાર સુધી મિથુન ચક્રવર્તી રિયાલિટી શૉ હુનરબાઝ- દેશ કી શાનમાં જજ તરીકે જાેવા મળ્યા હતા. આ સિવાય મિથુન ચક્રવર્તી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં પણ જાેવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.