બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને સબા આઝાદનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને કારની અંદર કિસ કરતા જોવા મળે છે. આ વીડિયો એરપોર્ટની બહારનો છે જ્યાં કારમાંથી ઉતરતા પહેલા રિતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને કિસ કરી રહ્યો છે. આ દરમિયાન એક વ્યક્તિ કારનો દરવાજો ઢાંકવાની કોશિશ કરે છે પરંતુ આ ક્ષણ પાપારાઝી કેમેરામાં કેદ થઈ જાય છે.
https://www.instagram.com/reel/CpJzGTqNdfu/?utm_source=ig_web_copy_link
કારમાં લિપલોકિંગનો વીડિયો વાયરલ
કારમાંથી નીચે ઉતર્યા પછી, હૃતિક રોશન સ્મિત સાથે પોતાનો સ્વેટશર્ટ ઠીક કરે છે અને આગળ વધે છે. જણાવી દઈએ કે કંગના રનૌત અને સુઝૈન ખાન બાદ હવે રિતિક રોશનનું નામ સબા આઝાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે જોવા મળે છે અને સબા સોશિયલ મીડિયા પર રિતિક પ્રત્યેના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે.
અદાણી તો ડૂબ્યાં જ ડૂબ્યાં પરંતુ LICને પણ ડૂબાડી! લાખો કરોડોનું નકસાન, આંકડા જોઈને તમને ઝાટકો લાગશે
રિતિક અને સબાની ઉંમરમાં ઘણો તફાવત
જો કે આ રિલેશનશિપના સવાલો પર બંને મીડિયાની સામે અત્યાર સુધી ચૂપ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુઝૈન ખાનથી અલગ થયાના થોડા સમય બાદ રિતિક સબા આઝાદ સાથે રિલેશનશિપમાં આવી ગયો હતો અને ત્યારથી બંને ઘણીવાર રેસ્ટોરન્ટ અથવા એરપોર્ટ પર સાથે જોવા મળે છે. રિતિક રોશન અને સબાની ઉંમરમાં ઘણો તફાવત છે, તેથી બંને ઘણી વખત ટ્રોલ થયા છે.