બોલિવૂડની લગભગ દરેક અભિનેત્રી એવી છે કે, જેના સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેમ મેળવવા માટે અમુક એવી ઘટના બની ચુકી છે જેણે અભિનેત્રીઓને હચમચાવી દીધી છે. અભિનેત્રી ઈશા કોપિકરનો અનુભવ પણ આવો જ છે. ઈશા કોપિકરે થોડા મહિના પહેલા જણાવ્યું હતું કે, કેવી રીતે એક એક્ટરે તેને એકલી મળવા માટે બોલાવી હતી. એક્ટરે ઈશાને કહ્યું હતું કે, તે પોતાની ટીમ વગર એકલા મળવા આવે. અભિનેત્રીએ તેમ ન કર્યું તો શું થયું અને ઈશા પર તેની શું અસર પડી તે અંગે અભિનેત્રીએ વાત કરી છે.
ફેબ્રુઆરીમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈશા કોપિકરે જણાવ્યું હતું કે, એક એક્ટરે તેને એકલામાં મળવા બોલાવી હતી. જ્યારે તેણે એવું ન કર્યું તો અભિનેત્રીને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ઈશા કોપકરે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. મારો મોહભંગ થયો હતો. કારણ કે, મને લાગતું હતું કે ફિલ્મો માટે તમે કેવા દેખાવો છો તે મહત્વનું છે પરંતુ હકીકતમાં એ વાત મહત્વની છે કે તમે હીરોની ગુડ બુક્સમાં છો? અને ગુડ બુક્સનો અર્થ એ હતો.’
મને લાગતું હતું કે, આપણા બધાની પોતાની મર્યાદાઓ અને પ્રાથમિકતાઓ છે. મારા માટે મારૂં જીવન મારા કામ કરતાં મોટું છે. હું મારી જાતને અરીસામાં જાેયા બાદ સારી લાગણી અનુભવવા માગુ છું. ઈશા કોપીકરે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૦ની મધ્યમાં મને એક જાણીતા પ્રોડ્યુસર દ્વારા બોલાવવામાં આવી હતી. તેમણે મને કહ્યુ હતું કે, મારે હીરોની ગુડ બુક્સમાં રહેવુ જાેઈએ.
મને સમજણ ન પડી એટલે મે હીરોને કોલ કર્યો અને તેમણે મને સ્ટાફ વગર એકલામાં મળવા માટે કહ્યું હતું. ત્યારબાદ મેં પ્રોડ્યુસરને કોલ કરીને કહ્યું હતું કે, હું અહીં મારી ટેલેન્ટ અને દેખાવના કારણે છું. તેના વડે મને જે પણ કામ મળી રહ્યું છે તે મારા માટે પૂરતું છે. ત્યારબાદ મને ફિલ્મમાંથી બહાર કાઢી દેવામાં આવી હતી.