તાજેતરમાં કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા અભિનેતા દિલીપ જોશીએ કહ્યું હતું કે તે તેની ઓનસ્ક્રીન પત્ની દયા બેન એટલે કે દિશા વાકાણીના પ્રેમમાં છે. વર્ષ 2008થી પ્રસારિત થતી આ કોમેડી ટીવી સિરિયલમાં દિશા વાકાણીએ દયા બેનનું પાત્ર ભજવીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. દિલીપ જોશી અને દિશા વાકાણીની ઓનસ્ક્રીન બોન્ડિંગ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. જોકે, વર્ષ 2017માં મેટરનિટી લીવ પર ગયેલી દિશા આ પછી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પાછી ફરી નથી.
દિશા વાકાણીના ગયા પછી ટીઆરપી પર અસર પડી
કહેવાય છે કે દિશા વાકાણી સીરિયલમાં પાછી ન આવવાને કારણે તેની ટીઆરપી પર પણ અસર પડી હતી. સીરિયલના નિર્માતાઓએ પણ અભિનેત્રીને પરત લાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ સફળતા ન મળી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સિરિયલના નિર્માતા અસિત મોદીએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો દિશા પાછી નહીં આવે તો તે નવી દયા બેન સાથે સિરિયલને આગળ વધારશે. જોકે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો હજુ પણ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે દિશા પાંચ વર્ષ પછી ક્યારે સિરિયલમાં પાછી ફરશે?
શું દિશા વાકાણી આ ત્રણ શરતો પૂરી થવાની રાહમા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિશાની ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પરત ફરવા માટે અભિનેત્રીના પતિએ કેટલીક શરતો રાખી હતી. આમાં પહેલી શરત એ હતી કે દિશાને પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા મળવા જોઈએ. બીજી શરત એ હતી કે દિશા દિવસમાં માત્ર 3 કલાક જ કામ કરશે કારણ કે તેણે તેના બાળકનું પણ ધ્યાન રાખવું પડશે.
આખા 19 વર્ષ સુધી ચાલે છે શનિની મહાદશા! ભિખારીને પણ બનાવી દે રાજા, સમજો કે સુખની ચરમ ચીમા મળી જાય
કેવા છોકરા સાથે લગ્ન કરશે જયા કિશોરી? જયાએ પોતાના દિલની વાત કહી, આ વાતને સૌથી પહેલા ચેક કરશે
ત્રીજી શરત એ હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર એક નર્સરી બનાવવી જોઈએ જ્યાં દિશાનું બાળક તેની આયા સાથે રહી શકે. જો કે હવે જોવાનું એ રહેશે કે દિશા આ સિરિયલમાં ક્યારેય પાછી આવે છે કે નહીં.