ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફેમ જેનિફર મિત્રી બંસીવાલ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. જ્યારથી એક્ટ્રેસનો ઇન્ટરવ્યૂ લોકોમાં આવ્યો છે, ત્યારથી તેમને ઘણા લોકો ફોન કરી હેરાન કરી રહ્યા છે. હકીકતમાં જેનિફરે શોના પ્રોડ્યૂસર અસિતકુમાર મોદી પર સેક્શુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસનું કહેવું છે કે, તે થાકી ગઈ છે અને ટ્રોમામાં છે, દરરોજ તેને સ્પષ્ટતા કરવી પડી રહી છે.
જેનિફરની પીડા બહાર આવી
જેનિફરનું કહેવું છે કે, તેની ફિમેલ કો-સ્ટાર્સ તેની કોઈ પણ પ્રાકરની મદદ કરી રહી નથી. કોઈ તેનો સાથ આપવા માટે પણ તૈયાર નથી. દરેકની પોતાની અસુરક્ષા છે. જેનિફરે કહ્યું કે, મેં પણ આ વાતને આટલા સમય સુધી છુપાવી રાખવાનો પ્રયાસ કર્યો, કોઈને જણાવ્યું નહોતું. લોકો વચ્ચે આવી છું તો હું કોઇકના કહ્યા બાદ આવી છું. મને કોઇએ હિંનત આપી છે, મારો સાથ આપ્યો છે, પરંતુ હું તે વ્યક્તિનું નામ લઇ શકું તેમ નથી.
જેનિફરે માર્ચ મહિનામાં અંતિમ એપિસોડ શૂટ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી એક્ટ્રેસનો બાકી નીકળતો પગાર મળ્યો નથી. જેનિફરે જણાવ્યું કે, જ્યારે મેં શોને છોડ્યો હતો ત્યારે એ વિચારીને છોડ્યો હતો કે, હું મારા નાણાં નહીં માગું. મારા સાડા ત્રણ મહિનાના પૈસા છે જે ઘણી મોટી રકમ છે, વિશ્વાસ કરો, મારા એકાઉન્ટમાં એક લાખ રૂપિયા પણ નથી. મારા પિયરમાં સાત યુવતીઓ છે અને દરેકની સારસંભાળ હું રાખું છું.
જેનિફર ગભરાઈ નથી
જેનિફર આધ્યાત્મિક છે, તે ભરોસો રાખ છે કે, ભગવાન તેને સાથ આપશે. એક્ટ્રેસે કહ્યું કે, હું શા માટે વિચારું કે મારા ખાતામાં ૮૦ હજાર રૂપિયા છે. હું શું કામ ડરૂ. ભગવાને મોંઢું આપ્યું છે તો ભોજન પણ ભગવાન જ આપશે. ભગવાને હંમેશાં મારી રક્ષા કરી છે. હું ડરતી નથી. જેનિફર અત્યારના સમયે મુંબઈમાં નથી પરંતુ મુંબઈ પોલીસ તરફતી તેઓને ફોન આવ્યો હતો જેમાં તેઓએ એક્ટ્રેસને એફઆઈઆર અંગે સવાલ કર્યો છે. જોકે, જેનિફરનું કહેવું છે કે, પહેલાં તે સેક્શુઅલ હેરેસમેન્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરતાં ડરી રહી હતી, પરંતુ હવે નથી નહીં.
જેનિફરે જણાવ્યું કે, મને નોટિસ મળી છે, જેમાં લખ્યું છે કે, તેઓને મારા કારણે નુકસાન વેઠવું પડ્યું છે. મારી પાસે આ મુદ્દે સાત દિવસમાં જવાબ માગ્યો છે. નોટિસ વાંચીને હું ડરી ગઈ હતી પરંતુ મારા વકીલ અમિત ખરેએ મને એ ૧૫ વર્ષની બાબતો લખવા માટે કહ્યું જે મેં સેટ પર સહન કર્યું છે. જ્યારે મેં લખ્યું તો તેઓએ મને કહ્યું કે, જેનિફર આ સેક્શુઅલ હેરેસમેન્ટ છે, હું ડરી ગઈ હતી, કારણ કે મારા માટે આ શબ્દ ઘણો મોટો છે. મારામા આટલી હિંમત નથી, પરંતુ વકીલે મને સમજાવ્યું. મેં મારા નજીકના મિત્રો સાથે આ અંગે વાત કરી. મેં શરૂઆતમાં તો મેકર્સને કોઈ નોટિસ નહોતી મોકલી, પરંતુ હામ મેં સોહિલ રમનાનીને પોતાની સાથે થયેલી ૧૫ વર્ષની બાબતોને વોટ્સએપ પર જણાવ્યું હતું.
આ પણ વાંચો
પરંતુ તેમણે વાંચીને અવણગ્યું હતું. મને લાગ્યું કે, આ બધા વાંચીને શાંત બેસી જશે. મેં તેઓને જણાવી દીધું કે, મારું કામ પૂર્ણ, પરંતુ તેઓ મારા પર નાણાં પડાવવાનો આરોપ લગાવવા લાગ્યા. તે પછી મેં તે લોકોને આઠ એપ્રિલના રોજ સેક્શુઅલ હેરેસમેન્ટની નોટિસ મોકલી.