ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર વિવાદમાં છે. હકીકતમાં, ‘તારક મહેતા’માં રોશન સિંહ સોઢીની પત્નીનો રોલ કરનારી જેનિફર મિસ્ત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ‘મિસિસ સોઢી’નું પાત્ર ભજવી રહેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે વિગતે વાત કરતાં કહ્યું કે, મને શરૂઆતથી જ આસિત મોદી કહેતા કે તું મસ્ત લાગે છે. તું શું પીવે છે. મે પણ જવાબ આપ્યો કે વ્હિસ્કી.. ત્યારબાદ તે મને વારેવારે કહેતા કે આવો આપણે વ્હિસ્કી પીવા જઈએ. 2019માં અમારી આખી ટીમ સિંગાપોર ગઈ હતી ત્યારે 8 માર્ચે મને આસિત મોદીએ કહ્યું કે મારા રૂમમાં આવ આપણે વ્હિસ્કી પીએ. હું એની વાત સાંભળીને દંગ રહી ગઈ. ત્યારબાદ એકવાર એવું કહ્યું કે તું મસ્ત સુંદર દેખાઈ છે, એવું મન કરે છે કે પકડીને કિસ કરી લઉ.. હું આ સાંભળીને ખરેખર બેહોશ જેવી થઈ ગઈ. મે મારા કલીગ્સને આ વાત કરી તો એકે તો આસિતને ખુબ ખરીખોટી સંભળાવી અને બીજાએ મને આસિત સામે પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી.
ત્યારબાદ એકવાર આસિત મોદીએ મને કહ્યું કે રાત્રે તારી રૂમ પાર્ટનર ન હોય તો આવી જા મારા રૂમમાં આપણે વ્હિસ્કી પીએ. જ્યારે હું આ બધામાં ના પાડવા લાગી તો મને શો પણ ઓછા મળવા લાગ્યા. મે જ્યારે એમની પાસે રજા લેવા કોલ કર્યો તો ત્યારે પણ એણે કહ્યું કે રડીશ નહીં, જો હું પાસે હોત તો હગ કરી લેત અને ફ્લર્ટ કરત. ત્યારબાદ મારા વકીલે મને કહ્યું કે હવે ચુપ રહેવું યોગ્ય નથી. તારે અવાજ ઉઠાવવો જોઈએ. તો વળી બીજી તરફ આસિત મોદીએ આ આરોપને એકદમ પાયા વિહોણો બતાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલા જ શૂટિંગથી દૂરી લીધી હતી. તે છેલ્લે 7 માર્ચે સેટ પર પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે સોહેલ અને જતીન બજાજે પણ અભિનેત્રીનું અપમાન કર્યું હતું. આ પછી તે સેટ પરથી પરત ફરી હતી. રોશન ઉર્ફે જેનિફરે ઈન્ટરવ્યુમાં કહ્યું, “હા, મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો છે. એ સાચું છે કે મેં છેલ્લો એપિસોડ 6 માર્ચે શૂટ કર્યો હતો. સોહિલ રામાણી અને અન્ય એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજના હાથે મને અપમાનનો સામનો કરવો પડ્યો હોવાથી મારે સેટ છોડવો પડ્યો હતો.” જ્યારે તારક મહેતાના સેટ પર તેના છેલ્લા દિવસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “7 માર્ચે મારા લગ્નની વર્ષગાંઠ છે. અને તે જ્યારે આ ઘટના બની ત્યારે હોળી હતી. મને સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર દ્વારા ચાર વખત સેટ છોડવાનું કહેવામાં આવ્યું હતું. મારી કારને પાછળ ઉભી રાખીને રોકવાનો પ્રયાસ કર્યો અને મને સેટની બહાર જવા દીધી નહીં. મેં તેમને કહ્યું કે મેં 15 વર્ષથી શોમાં કામ કર્યું છે અને તેઓ મને બળજબરીથી રોકી શકે નહીં અને જ્યારે હું જતી હતી ત્યારે સોહિલે મને ધમકી આપી હતી. જે બાદ મેં અસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધ્યો હતો.