માતાની જવાબદારી નિભાવવી એક મોટો પડકાર છે. વિચારો કે બાળક સંભાળવાની સાથે નોકરી કરતી મહિલાઓની શુ હાલત થતી હશે. જાે કે અહીં વાત કલ્કી કોચલિને એક એવી તસવીર શેર કરી છે જેને જાેઈને તમે બધું સમજી જશો અને એક વર્કિંગ વુમન માટે તમારા દિલમાં ઈજ્જત વધી જશે. આ તસવીર શેર કરીને વર્કિંગ મોમની લાઈફ કેવી હોય છે તે અંગે પણ જણાવ્યું હતું. આ તસવીરમાં જાેઈ શકાય છે કે, શૂટિંગ પહેલાં કલ્કી બ્રેસ્ટ પંપ લગાવીને મેકઅપ અને હેરસ્ટાઇલ કરાવતી જાેવા મળે છે.
ફોટો શેર કરતી વખતે ‘મોમ્સ ગિલ્ટ’ વિશે પણ લખ્યું છે. દીકરીને કોઈ તકલીફ ન પડે તે માટે કલ્કી બ્રેસ્ટ પંપમાંથી દૂધ કાઢીને શૂટિંગ પર જતી હતી. ફોટો શેર કરતાં કલ્કીએ લખ્યું હતું કે, ‘મોમ્સ ગિલ્ટની યાદોમાં, રેજિંગ બૂબ્સ અને બાયોનિક બોડી.’ આ તસવીરમાં કલ્કી શૂટિંગના સ્થળે મેકઅપ રૂમમાં અરીસા સામે બેસીને પોતાના વાળ સેટ કરાવી રહી છે અને તે જ સમયે પોતાનાં સ્તન પર બ્રેસ્ટ પમ્પ લગાવીને પોતાની દીકરી માટે દૂધ પણ એકઠું કરી રહી છે.
ફેન્સની કલ્કીની આ થ્રો બેક તસવીર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે, ‘અમે બધા જાણીએ છીએ કે તમે તમારાથી બનતું બધું સારું કરી શકો છો. હંમેશાં આ રીતે ખાસ રહો અને ક્યારેય બદલાશો નહીં કારણ કે તે જ તમને ખાસ બનાવે છે.’ એક યુઝરે લખ્યું હતું કે, ‘સ્ટ્રોંગ મધર.’
કલ્કીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, એક્ટ્રેસ ટૂંક સમયમાં વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન’ની બીજી સિઝનમાં જાેવા મળશે. આ સિવાય તેણે ‘ગોલ્ડફિશ’ અને ‘એમ્મા એન્ડ એન્જલ’નું શૂટિંગ પણ પૂરું કરી દીધું છે. કલ્કી ઉપરાંત કોંકણા સેન શર્મા, અર્જુન રામપાલની પ્રેમિકા ગેબ્રિએલા, નીના ગુપ્તા, લીઝા હેડન, એમી જેક્સન તથા બ્રુના અબ્દુલ્લાહે પણ લગ્ન પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો.