Bollywood News: કંગના રનૌતે આ વખતે દિલ્હીની લવ કુશ રામલીલામાં એક રેકોર્ડ બનાવ્યો છે. લવ કુશ રામલીલાના 50 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ મહિલાને રાવણ દહન કરવાનો મોકો મળ્યો. પરંતુ રાવણ દહન દરમિયાન કંગના સાથે કંઈક એવું થયું, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ટીકા થવા લાગી. વાસ્તવમાં, જ્યારે કંગનાએ રાવણના પૂતળાને બાળવા માટે તીર ચલાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે કરી ન શકી.
#WATCH | Delhi: Bollywood actor Kangana Ranaut attends 'Ravan Dahan' at Red Fort#Dussehra pic.twitter.com/skbsc2Pj4T
— ANI (@ANI) October 24, 2023
સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કંગના રનૌત વારંવાર તીર મારવાની કોશિશ કરી રહી છે, પરંતુ તેનાથી શક્ય નથી બનતું. આ કારણે યુઝર્સે કંગના રનૌત પર નિશાન સાધ્યું અને તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું.
હું બે વાર હારી છું, જો આ વખતે હારી તો… આટલું કહીને ચોધાર આંસુએ રડવા લાગી કોંગ્રેસ મહિલા નેતા
આજથી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન? વરસાદ આવશે કે ઠંડી પડશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
તમારા બાળકોને ફોનથી અત્યારે જ કરી દો દૂર નહિતર પછતાવાનો વારો આવશે, રિસર્ચમાં સામે આવી નવી બીમારી!!
કંગના રનૌત ખૂબ જ ઉત્સાહિત હતી કે તેને પોતાના હાથે રાવણનું દહન કરવાની તક મળી. પરંતુ તેની ઈચ્છા નિષ્ફળ ગઈ કારણ કે તેણે ધનુષ્ય ઉપાડ્યું પણ તીર ન નીકળ્યું. કંગનાએ રાવણના પૂતળા પર ત્રણ તીર મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહી. ત્યારબાદ લવ કુશ રામલીલા કમિટીના સભ્યએ કંગના રનૌતને તીર મારવામાં મદદ કરી.