Entertainment News : આવકવેરા રિટર્ન ભરવાનો સમય નજીક આવી રહ્યો છે. આમ જોવા જઈએ તો આપણે હંમેશા આવા લોકોની વાત કરીએ છીએ કે કયા બિઝનેસમેને કે કયા એક્ટરે સૌથી વધુ ટેક્સ ભર્યો છે. આમ જોવા જઈએ તો બોલીવૂડના એકટ્રેસ અને અભિનેત્રીઓ ફિલ્મોમાંથી કમાણી કરવા ઉપરાંત બીજા પણ ઘણા બિઝનેસ કરી રહ્યા છે. આ કારણથી તેમની નેટવર્થ કરોડોમાં છે અને દેશના સૌથી વધુ કરદાતાઓની શ્રેણીમાં સામેલ છે. બાય ધ વે, ટેક્સ ફાળામાં અભિનેતાઓનું વર્ચસ્વ છે.
આમ જોવા જઈએ તો એવી ઘણી અભિનેત્રીઓ છે જે દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. જેમાં કેટરિના, આલિયા ભટ્ટ, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા અનેક એક્ટ્રેસ છે. સાથે જ એક એવી અભિનેત્રી પણ છે જે અન્ય અભિનેત્રીઓ કરતાં વધુ ટેક્સ ભરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાણાકીય વર્ષ 2016-2017માં 10 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. તે જ વેરાની ચુકવણી પછીના વર્ષોમાં અંદાજવામાં આવી રહી છે.
તેણે 2019માં 48 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ગયા વરસે દીપિકા પદુકોણ એકમાત્ર એવી અભિનેત્રી હતી જેણે સૌથી વધુ કરદાતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ફોર્બ્સ ઇન્ડિયાના જણાવ્યા મુજબ દીપિકાની આવકનો પ્રાથમિક સ્ત્રોત જાહેરાત છે. તેણે 2019માં પદ્માવતમાં અભિનય કર્યો ત્યારે તેણે 48 કરોડની કમાણી કરી હતી, જેના માટે તેને 12 કરોડ ચૂકવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. એ વરસે એણે રોહિત શર્મા, અજય દેવગણ અને રજનીકાંત જેવી સેલિબ્રિટીઝને પાછળ રાખીને સૌથી વધુ નેટવર્થ ધરાવતી ટોચની 10 ભારતીય સેલેબ્રિટીઝમાં એન્ટ્રી મેળવી હતી.
આલિયા ભટ્ટે 5-6 કરોડનો ટેક્સ ભર્યો
અન્ય અભિનેત્રીઓની વાત કરીએ તો 10 કરોડના ટેક્સના આંકડાની નજીક હજુ સુધી કોઈ નથી આવ્યું, આલિયા ભટ્ટે આ યાદીમાં બીજું સ્થાન મેળવ્યું છે, અહેવાલ મુજબ તે વાર્ષિક આશરે 5 થી 6 કરોડ ટેક્સ ચૂકવે છે. અત્યાર અગાઉ સૌથી વધુ કરદાતા અભિનેત્રી કેટરિના કૈફ હતી, જેણે નાણાકીય વર્ષ 2013-2014 દરમિયાન પાંચ કરોડથી વધુનો ટેક્સ ચૂકવ્યો હતો. અહેવાલો અનુસાર દીપિકા પદુકોણે પોતાના તાજેતરના પ્રોજેક્ટ્સમાં સફળતા મેળવ્યા બાદ અને પોતાના બિઝનેસ વેન્ચર્સને વિસ્તાર્યા બાદ તેને પાછળ છોડી દીધી હતી.
અહીં ટામેટા ખરીદવા માટે પડાપડી થઈ, 3 કલાકમાં 3000 કિલો ટામેટાં વેચાયા, જાણો અનોખું કારણ
આ ભારતીય પાસે છે 21 કરોડની કિંમતની સુપરકાર, બુલેટની સ્પીડથી પણ વધારે ભાગે! જાણીને ચોંકી જશો
સૌથી વધુ નેટવર્થ ધરાવે છે પ્રિયંકા ચોપરા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ લગભગ 500 કરોડ રૂપિયા છે. 620 કરોડની નેટવર્થ ધરાવતી પ્રિયંકા ચોપરા જોનાસ પછી તે બીજા નંબરે છે. લગભગ 485 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે કરીના કપૂર ખાન દેશની સૌથી અમીર મહિલા સેલિબ્રિટીમાંની એક છે.