Bollywood News: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નની જેમ તેમની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 11 ડિસેમ્બર 2017 ના રોજ નજીકના સંબંધીઓની હાજરીમાં ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાયા. શેમ્પૂની એડમાં પહેલીવાર મળવાથી લઈને ઝઘડા સુધી આ કપલની લવસ્ટોરીમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.
અનુષ્કા-વિરાટની પહેલી મુલાકાત
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીની પહેલી મુલાકાત 2013માં એક શેમ્પૂની જાહેરાત દરમિયાન થઈ હતી. વિરાટે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સમયે તે ખૂબ જ નર્વસ હતો, કારણ કે તે અનુષ્કા શર્માને પહેલીવાર મળ્યો હતો. અનુષ્કા પણ સમજતી હતી કે વિરાટ શિખાઉ છે. આવી સ્થિતિમાં અનુષ્કાએ વાતાવરણને હળવું કરવા માટે એક જોક સંભળાવ્યો અને અહીંથી તેમની મિત્રતા શરૂ થઈ.
લાખો-કરોડોની સામે વિરાટની ફ્લાઈંગ કિસ
વર્ષ 2014 સુધીમાં અનુષ્કા અને વિરાટના સંબંધોના સમાચારો આવવા લાગ્યા હતા. પરંતુ 2014માં એક મેચ દરમિયાન અડધી સદી ફટકાર્યા બાદ વિરાટે અનુષ્કા તરફ તેના બેટ વડે ફ્લાઈંગ કિસ ઉડાવી ત્યારે આ સંબંધ બંધાયો હતો. આ પછી વિરાટ-અનુષ્કા બધાની નજરમાં ફેમસ થઈ ગયા.
લગ્ન પહેલા ઝઘડો થયો હતો
મિત્રતા અને પ્રેમ પછી અનુષ્કા અને વિરાટના સંબંધોમાં સંઘર્ષનો સમય આવ્યો. એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ અનુસાર વર્ષ 2016માં વિરાટ-અનુષ્કાના સંબંધોમાં બગડ્યું હતું. તે દરમિયાન એવા સમાચાર પણ આવ્યા હતા કે વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા હતા. પરંતુ 2016માં બ્રેકઅપના સમાચાર વચ્ચે વિરાટ અને અનુષ્કા ફરી એકવાર યુવરાજ સિંહના લગ્નમાં મળ્યા હતા, જ્યાં બંનેએ પોતાના સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરીને એક નવી શરૂઆત કરી હતી.
અંબાલાલની નવી આગાહીથી લગ્ન સમયે હાહાકાર, કાલથી મેઘરાજા ધબધબાટી બોલાવશે, આ જિલ્લામાં મોટો ખતરો!
હમાસે ઈઝરાયેલને લુખ્ખી ધમકી આપી દીધી, કહ્યું- તમારો એક પણ બંધક અહીંથી જીવતો નહીં જાય, જો તમે…
તમને જણાવી દઈએ કે અનુષ્કા-વિરાટના લગ્નના સમાચાર વર્ષ 2017માં વાયરલ થયા હતા, પરંતુ કપલે કોઈ પુષ્ટિ આપી ન હતી. ત્યારપછી બંનેએ ઈટલીના લેક કોમોમાં ગુપચુપ લગ્ન કરી લીધા અને તેની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી.