કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બાદ હવે વધુ એક કપલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. સમાચાર અનુસાર આ કપલ ટૂંક સમયમાં એફિલ ટાવરની સામે સગાઈ કરવા જઈ રહ્યું છે. આટલું જ નહીં, આ પછી તરત જ તે સાત ફેરા લેશે. આ કપલ બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડના સૌથી લોકપ્રિય લવ બર્ડ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છે.
આ વાતનો ખુલાસો એક ટ્વિટ દ્વારા થયો હતો જેના પછી ચાહકો આ બંને સ્ટાર્સને તેમની આગામી નવી જિંદગી માટે અભિનંદન આપી રહ્યા છે. આ ટ્વિટ એક જાણીતા ટ્રેડ એક્સપર્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
https://twitter.com/UmairSandu/status/1627646325595467779
મલાઈકા-અર્જુન આવતા અઠવાડિયે કરશે પેરિસમાં સગાઈ
ટ્રેડ એક્સપર્ટ ઉમૈર સંધુએ સોશિયલ મીડિયા પર આ બંને કપલ વિશે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં લખ્યું- બ્રેકિંગ ન્યૂઝ… મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આવતા અઠવાડિયે પેરિસમાં સગાઈ કરવા જઈ રહ્યા છે.
ઉમૈરે આ પોસ્ટ સાથે મલાઈકા અને અર્જુનનો રોમેન્ટિક ફોટો પણ શેર કર્યો છે. આ ટ્વિટ પછી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે અને સતત કોમેન્ટ કરીને આ કપલને અભિનંદન આપી રહ્યા છે.
https://www.instagram.com/malaikaaroraofficial/?utm_source=ig_embed&ig_rid=065a1c63-d502-4edc-b25c-0922ffb6497e
મલાઈકાની પોસ્ટ વાયરલ થઈ
સગાઈના સમાચાર વચ્ચે મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથેની પોતાની બે તસવીરો શેર કરી છે. આ ફોટામાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર કેમેરા સામે આનંદથી હસતા જોવા મળે છે.
આ મંદિરના રોજ સવારે દર્શન માત્રથી તમને આજીવન કોઈ બિમારી નહીં થાય, ગરીબીનો પણ થશે સર્વનાશ
ફોટો શેર કરતા મલાઈકાએ કેપ્શનમાં લખ્યું – તમારું હાસ્ય અને સ્મિત ચેપી છે. મલાઈકા અરોરા અરબન ખાનની પૂર્વ પત્ની અને સલમાન ખાનની ભાભી છે. અરબાઝથી છૂટાછેડા લીધા બાદથી મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને વેકેશનમાં એકબીજા સાથે એન્જોય કરતા જોવા મળે છે. અર્જુન કપૂરે સગાઈના સમાચાર પર સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.