રસોડાના કપડાં પહેરીને બહાર નીકળી ગઈ કે શું? 48ની મલાઈકા અરોરા સારી દેખાવા જતાં ફરીવાર થઈ ટ્રોલ

Lok Patrika
By Lok Patrika
Share this Article

૪૮ વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસ માટે ખૂબ જાણીતી છે. હાલમાં જ્યારે એક્ટ્રેસ મલાઈકા અરોરા સલૂનમાંથી બહાર આવતી કેમેરામાં ક્લિક થઈ ત્યારે સોશિયલ મીડિયામાં ટ્રોલનો શિકાર બની હતી. જેમાં કેટલાંક ટ્રોલર્સે મલાઈકા અરોરાના ડ્રેસિંગ બાબતે કોમેન્ટ્‌સ કરી હતી. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું કે ‘ગરમીની આ ઋતુમાં મલાઈકા અરોરાને વધારે ગરમી લાગી રહી છે કે શું?’

જ્યારે અન્ય એક યૂઝરે મલાઈકા અરોરાના ડ્રેસિંગ બાબતે કોમેન્ટ કરતા લખ્યું કે ‘બિચારીને અત્યાર સુધીમાં કપડાં પણ નસીબ થયા નથી.’ એક અન્ય યૂઝરે તો એવી કોમેન્ટ કરી કે ‘રસોડામાં પહેરવાના કપડા પહેરીને બહાર નીકળેલા આ ગરીબ લોકો. અહીં નોંધનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ હાલમાં જ અમેરિકાના ન્યૂયોર્કમાં દીકરા અરહાન ખાન સાથે મુલાકાત કરી હતી.

દીકરા અરહાનને મળવાની ખુશી વ્યક્ત કરતા એક્ટ્રેસ મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે જેમાં તે દીકરા સાથે ન્યૂયોર્કના રસ્તા પર ફરતી જાેવા મળી રહી હતી. માતા મલાઈકા અરોરા અને દીકરા અરહાન ખાને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટની પણ મુલાકાત લીધી હતી. મલાઈકા અરોરા અને તેના એક્સ-હસબન્ડ અરબાઝ ખાનનો દીકરો છે અરહાન ખાન.

અહીં નોંધનીય છે કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો અરહાન ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયો છે. એકનો એક દીકરો વિદેશ જતાં મલાઈકા એકલી પડી ગઈ હતી અને તેને ખૂબ મિસ કરતી હતી. ૨૦૨૧માં જ્યારે અરહાન મુંબઈ આવી પહોંચ્યો હતો ત્યારે મલાઈકા અને પૂર્વ પતિ અરબાઝ ખાન દીકરાને લેવા માટે સાથે એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

મલાઈકા અને અરબાઝે દીકરાને ભેટીને તેનું સ્વાગત કર્યું હતું. ત્રણેયની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દીકરો અરહાન ખાન વિદેશ ગયો ત્યારે મલાઈકા અરોરાએ તેની સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું કે ‘જે રીતે આપણે બંને એક નવી અને અણધારી સફરની શરૂઆત કરી રહ્યા છીએ તે ડર, ઉત્સાહ, અંતર અને નવા અનુભવથી ભરપૂર છે.

હું માત્ર એટલું જ જાણું છું કે મારા અરહાન મને તારા પર ગર્વ છે. આ તારો પાંખો ફેલાવવાનો, ઉડવાનો અને તારા બધા સપનાંને જીવવાનો સમય છે. અત્યારથી જ તને મિસ કરી રહી છું’. જણાવી દઈએ કે, બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને એક્ટર અરબાઝ ખાનના લગ્ન ૧૯૯૮માં થયા હતા. ૨૦૦૨માં અરહાનનો જન્મ થયો હતો અને ૧૯ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૧૭માં તેઓ અલગ થયા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly