મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. અર્જુન કપૂર અને મલ્લિકા અરોરા એકબીજાને 5 વર્ષથી ડેટ કરી રહ્યાં છે. પરંતુ તેમના પ્રેમમાં કોઈ કમી નથી. હવે લોકો મલાઈકા અને અર્જુન કપૂરના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
અર્જુન કપૂરે કહ્યું, “તમામ સંબંધોમાં ઉતાર-ચઢાવ હોય છે અને તમારે સંબંધમાં રહેવું જોઈએ કારણ કે તેમાં રહેવામાં ખૂબ જ મજા આવે છે. તે મને ખુશ કરે છે. 12 વર્ષ મોટી ઉંમરની હોવા છતા તે મને ઘણો પ્રેમ કરે છે.
હું અત્યારે લગ્ન વિશે આવું કંઈ વિચારતો નથી. હું તેમને લગ્ન માટે દબાણ પણ કરી શકતો નથી, તેથી જ્યારે તેમને એવું લાગશે અને વસ્તુઓ તેમના શ્રેષ્ઠ હિતમાં હશે ત્યારે તેઓ ચોક્કસપણે લગ્ન કરશે.
તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગભગ 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે તેમની કેમેસ્ટ્રી અદભૂત છે.
મલાઈકા અરોરા તેના બોલિવૂડ ડાન્સ માટે જાણીતી છે. તેણે “છૈયા છૈયા” અને “મુન્ની બદનામ” જેવા ગીતો પર ડાન્સ કરી આગ લગાડી હતી.