મલયાલમ લોકપ્રિય અભિનેત્રી અનિકા વિજય વિક્રમને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અનૂપ પિલ્લઈ પર હુમલો અને શોષણનો આરોપ લગાવ્યો છે. અનિકાએ મંગળવારે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. તેની આંખો અને ચહેરા પર ઈજાના નિશાન છે. ફોટામાં તેની હાલત એટલી ખરાબ છે કે તેને ઓળખવી મુશ્કેલ છે. અનિકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પહેલા પણ તેની મારપીટ થતી હતી. ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી ન હતી કારણ કે તેનો બોયફ્રેન્ડ તેના પગે પડીને રડવા લાગ્યો હતો.
અનિકાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, “હું અનૂપ પિલ્લઈ નામના વ્યક્તિના પ્રેમમાં હતી. તે છેલ્લા કેટલાક વર્ષોથી મારું માનસિક અને શારીરિક શોષણ કરી રહ્યો હતો. મેં આવો માણસ ક્યારેય જોયો નથી. આ બધું કર્યા પછી પણ તે હજુ પણ મને ડરાવી રહ્યો છે. મેં મારા સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું કે તે મારી સાથે આવું કરશે. આ બીજી વખત છે જ્યારે મેં તેની વિરુદ્ધ બેંગલુરુ પોલીસમાં મારા પર હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે. અગાઉ તેણે મને ચેન્નાઈમાં માર્યો હતો, પરંતુ પછીથી માર મારીને મારા પગે પડી ગયો હતો.
અનિકાએ કહ્યું- મારી પાસે રડતા રડતા માફી માંગી. તે મારી મૂર્ખતા હતી કે મેં તેને માફ કરી દીધો. જ્યારે તેણે મને ફરીથી માર્યો, ત્યારે મેં તેની વિરુદ્ધ બેંગલુરુ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરંતુ તેણે પોલીસકર્મીઓને પૈસા આપ્યા, જે પછી પોલીસે સમાધાન કરવા કહ્યું. પોલીસ તેની સાથે છે તે જાણીને તેણે મને મારવાની વધુ હિંમત કરી. તેણે આવી રીતે ઘણી વખત છેતરપિંડી કરી તેથી મારે તેને છોડવો પડ્યો પણ તે મને છોડવા માંગતો ન હતો. તેણે મારો ફોન તોડી નાખ્યો જેથી હું કંઈ કરી ન શકું. શૂટ પર ન જાવ. અગાઉ પણ જ્યારે અમે રિલેશનશિપમાં નહોતા ત્યારે પણ તે મારી વોટ્સએપ ચેટ્સ પર સતત નજર રાખતો હતો.
અનિકાએ લખ્યું, “બે દિવસ પહેલા હૈદરાબાદ શિફ્ટ થતા પહેલા તેણે મારો ફોન લૉક કરી દીધો. પછી તેણે મને મુઠ્ઠીઓ વડે મારવાનું શરૂ કર્યું. જ્યારે મેં તેની પાસે ફોન માંગ્યો તો તેણે મારું મોં દબાવી દીધું. મને બ્રોન્કાઇટિસ છે, મારો શ્વાસ બંધ થઈ ગયો છે.”
મારો અવાજ બહાર આવતો ન હતો. મને લાગ્યું કે તે મારા જીવનની છેલ્લી રાત છે. હું જ્યારે મારી જાતને બચાવવા માટે બીજા રૂમમાં દોડતી ત્યારે તે બીજી ચાવી વડે તાળું ખોલીને અંદર આવતો. હું પણ બહાર દોડીને સિક્યોરિટીની મદદ માટે પૂછતી. પણ તેઓ કંઈ કરી શક્યા નહીં. હું આખી રાત બાથરૂમમાં રડતી બેસી રહી. મારા પરિવારને મારી સાથે શું થઈ રહ્યું છે તેની કોઈ જાણ નહોતી. મારા કેટલાક મિત્રોએ પણ મને દગો આપ્યો.
આકાશ અંબાણીની સાળી છે સુંદર અને સ્લાઈલિશ, હોટ તસવીરો જોઈ બોલિવૂડ અભિનેત્રીને ભૂલી જશો
મોજમાં આવીને કોઈ છોકરીને ધરાર રંગ ન લગાવતા, બાકી આવતી હોળી સુધી જેલના સળિયા પાછળ રહેવું પડશે
સત્યનારાણય મંદિરમાં મુસ્લિમ કપલના નિકાહની ચારેકોર ચર્ચા, જાણો કોણ છે નિમાયત અને રાહુલ શેખ
એક દિવસ પહેલા અનિકાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ચહેરાના ફોટા શેર કર્યા હતા અને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અનૂપ પિલ્લઈ પર હુમલો અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે લખ્યું, ‘ભૂતકાળમાં મારી સાથે જે થયું તે છતાં મને સતત ધમકીના ફોન આવી રહ્યા છે. મારા પરિવારને સતત બદનામ કરવામાં આવે છે.