આ વર્ષે દર્શકોને ભુલભુલૈયા 3 જોવા મળશે.આ ફિલ્મનુ શુટિંગ માર્ચમાં શરૂ થશે.ફિલ્મના હિરો કાર્તિક આર્યન જ રહેશે.આ ફિલ્મને અનીસ બાઝ્મી ડિરેક્ટ કરવાના છે ત્યારે ફિલ્મ વધારે ઉત્સુક્તા જગાવી રહી છે જેમાં ધણા ટ્વીસ્ટ એન્ડ ટર્ન જોવા મળશે.
વર્ષ 2022માં મોટા પડદા અને ઓટીટી બંને પર કાર્તિક આર્યનની ભુલભુલૈયાએ ધૂમ મચાવી હતી.ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે કિયારા અડવાણી અને તબ્બુએ પણ દમદાર અભિનય કર્યો હતો ત્યારે રાજપાલ યાદવ પણ છોટા પંડિતના રોલમાં જોવા મળ્યા હતા.
હવે ટૂંક જ સમયમાં ભુલભુલૈયા 3 ફિલ્મ આવવાની છે.આ વર્ષે દર્શકોને ભુલભુલૈયા 3 જોવા મળશે ત્યારે સૂત્રોના અહેવાલથી એમ પણ જાણવા મળી રહ્યુ છે કે વિદ્યા બાલન પણ ભુલભલૈયા 3 માં જોવા મળશે વિદ્યા બાલન અક્ષય કુમારની સાથે ભુલ ભુલૈયામાં જોવા મળ્યા હતા જો કે ભુલ ભુલૈયા 2 માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી જોવા મળ્યા હતા અક્ષય કુમાર અને વિદ્યા બાલન તેનો હિસ્સો નહોતા.ભુલભુલૈયા 3માં વિદ્યા બાલનની વાપસી થશે અને મંજુલિકાના પાત્રમાં લોકોને ફરી વિદ્યા બાલન જોવા મળશે.
ભુલ ભુલૈયા હોરર કોમેડી ફિલ્મ છે જે હસીને લોટપોટ પણ કરાવે છે અને સાથે સાથે મંજુલિકાના રૂપમાં ડરનો અહેસાસ પણ કરાવે છે.ભુલ ભુલૈયા 2માં મંજુલિકાનુ પાત્ર તબ્બુએ નિભાવ્યુ હતુ અને દર્શકોને ધણુ ગમ્યુ પણ હતુ. જો કે મંજુલિકાના પાત્રમાં જે વિદ્યા બાલનની એન્ટ્રી છે ભુલભુલૈયામાં એ લોકો હજુ નથી ભુલી શક્યા.