Bollywood News: બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને ઘણા સ્ટાર્સને લોન્ચ કર્યા છે. પરંતુ અભિનેતાએ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ સાથે ઝઘડો પણ કર્યો છે. આ દરમિયાન મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશી ચક્રવર્તીએ સલમાન ખાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે અભિનેતાએ તેને સેટની બહાર ફેંકી દેવાની ધમકી પણ આપી હતી.
મિથુન ચક્રવર્તીના સલમાન ખાન સાથે ઘણા સારા સંબંધો છે. પરંતુ એકવાર સુપરસ્ટારનો પુત્ર અને અભિનેતા નમાશી ચક્રવર્તી પર ગુસ્સે થઈ ગયો. જે બાદ તેણે નમાશીને સેટની બહાર ફેંકી દેવાની ધમકી પણ આપી હતી. અભિનેતાએ જણાવ્યું કે આ ઘટના રાધે ફિલ્મના શૂટિંગ દરમિયાનની છે જ્યારે તેણે અભિનેતાના પગને સ્પર્શ કર્યો હતો.
2021માં જ્યારે સલમાન ખાન ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત હતો. જે બાદ નમાશી પહોંચ્યો હતો. ત્યારપછી તે સલમાનના પગમાં પડ્યો એ જોઈને ભાઈજાન ગુસ્સે થઈ ગયા અને તેને ગળે લગાવતા સલમાને કહ્યું, ‘હું પણ તારા જેવડો જ છું, મારી સાથે આવું ન કરો. જો તમે ફરીથી આવું કરશો, ખાસ કરીને જો દિશા પટણી અહીં બેઠી હશે, તો હું તમને સેટની બહાર ફેંકી દઈશ.
આ પછી નમાશી ચક્રવર્તીએ આગળ કહ્યું કે ‘હું કેમેરા પર આ કહી શકું છું કે તેણે મને કહ્યું-‘એફ* ઑફ. તો આ બધું ન કરો અને નિયમ નંબર 1 કરો, સલમાનના પગને ક્યારેય અડશો નહીં. નમાશીએ પણ ગોવિંદા સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો હતો. અભિનેતાએ કહ્યું કે ગોવિંદા હંમેશા તેના માટે ચા બનાવે છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
તમને જણાવી દઈએ કે નમાશીએ સ્વીકાર્યું હતું કે તેના પિતા મિથુન ચક્રવર્તીના કારણે જ તેણે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે એમ પણ કહ્યું કે સલમાન ખાન ઘણો સારો વ્યક્તિ છે. જ્યારે પણ કોઈ સલાહની જરૂર હોય, ત્યારે તે હંમેશા હાજર રહે છે. નમાશીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘બેડ બોય’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.