‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પરનો લોકપ્રિય કોમેડી શો છે. જેનું દરેક પાત્ર આજે દર્શકોના દિલમાં વસી ગયું છે. સીરિયલમાં જોવા મળેલી ‘બબીતા જી’ એટલે કે મુનમુન દત્તાને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અભિનેત્રીએ શોમાં ‘ટપ્પુ’નું પાત્ર ભજવતા રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી છે. જે તેના કરતા 9 વર્ષ નાનો છે.
મુનમુન અને રાજની સગાઈ વડોદરામાં થઈ હતી
એક અહેવાલ મુજબ કલાકારોના નજીકના એક સૂત્રએ તેમની સગાઈ વિશે માહિતી આપતા કહ્યું કે મુનમુન અને રાજની સગાઈ થઈ ગઈ છે. બંનેએ થોડા દિવસ પહેલા મુંબઈની બહાર એટલે કે વડોદરામાં પોતપોતાના પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી હતી. તેમના પરિવારને તેમના સંબંધોમાં કોઈ સમસ્યા નથી અને તેઓ ખૂબ ખુશ છે.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
શોના સેટ પર રાજ અને મુનમુન પ્રેમમાં પડ્યા હતા
વાસ્તવમાં મુનમુન અને રાજના અફેરના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર જ્યારે રાજ શોમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે મુનમુનને મળ્યો અને ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ ખીલવા લાગ્યો. આ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. શોના બાકીના કલાકારોને પણ આ વાતની જાણ હતી. તમને જણાવી દઈએ કે રાજ હવે આ શોમાં નથી. તેણે થોડો સમય કામ કર્યા બાદ શોને અલવિદા કહી દીધું.