ખુબજ જાણીતી બનેલી ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મહેતા સાહેબના બોસનો રોલ કરી રહેલા રાકેશ બેદીની એક ઇમોશનલ વાત સામે આવી છે. સામાન્ય માણસથી લઇને રાજા સુધીના લોકો માટે દિકરી પ્રત્યેનો પ્રેમ એક સરખોજ હોઇ છે. તે જોવા મળ્યું છે. રાકેશ બેદીની દીકરી રિદ્ધિમાના લગ્ન માર્ચ મહિનામાં થયા હતા. દીકરીની વિદાય બાદ રાકેશ બેદીને લાગ્યું કે, ઘર એકદમ ખાલી ખાલી થઈ ગયું છે. જેને લઇને દીકરીની વિદાય સમયે રાકેશ બેદીની આંખોમાં આંસુ આવી ગયા હતા. દીકરીએ સાસરે જઈને તરત જ પિતા રાકેશ બેદીને ફોન કરીને એક રિક્વેસ્ટ કરી હતી. તેના દિલની વાત જણાવી હતી.
આ અંગે રાકેશ બેદીએ જણાવ્યું હતું, ‘દીકરીના જ્યારે લગ્ન થઈ ગયા અને તે દિલ્હી જતી રહી તો તેણે મને ત્યાંથી ફોન કર્યો હતો. તેણે ફોનમાં કહ્યું હતું કે પપ્પા મારું ટેડી બેયર તો ઘરમાં જ રહી ગયું છે. તેમના બાળપણના રમકડા જેવી નાની વાત યાદ કરી હતી. તેણે મને વિનંતી કરી હતી કે હું તેનું ટેડી બેયર દિલ્હી લઈને આવું. હું જ્યારે દિલ્હી તેના ટેડી બેયર સાથે ફ્લાઇટમાં બેઠો ત્યારે દીકરી સાથે પસાર કરેલી અઢળક યાદો નજર સામે આવી ગઈ હતી. દીકરીના ટેડી બેયરની વાતથી તે સમયે પણ મારી આંખમાં આંસુ આવી ગયા હતા. આજે પણ આ વાત યાદ કરીને આંખો ભીની થઈ ગઈ છે.’ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ અને તેમની સાથે સારો એવો સમય પસાર કર્યો. ઉલ્લેખનીય છે કે રિદ્ધિમાના લગ્ન 20 માર્ચે કરવામાં આવ્યા હતા અને રિસેપ્શન 23 એપ્રિલના રોજ આપવામાં આવ્યું હતું. લગ્ન તથા રિસેપ્શન વચ્ચે આટલા ગેપ અંગે વાત કરતાં રાકેશ બેદીએ કહ્યું હતું કે તે ઈચ્છતા હતા કે વરરાજા તથા દુલ્હન થોડા સેટલ થઈ જાય. દુલ્હનના રૂપમાં દિકરીને જોઇ રાકેશ બેદીની આંખો ઝરણાની જેમ વહેવા લાગી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાકેશ બેદીએ 1979માં ફિલ્મ ‘હમારે તુમ્હારે’થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. તેમણે હિંદી ફિલ્મ, ટીવી સિરિયલ, નાટકોમાં કામ કર્યું છે. ‘શ્રીમાન શ્રીમતી’માં રાકેશ બેદીએ દિલરુબાનો રોલ પ્લે કર્યો હતો. આ રોલથી રાકેશ બેદી ઘેર-ઘેર જાણીતા બન્યા હતા. હાલ, તારક મહેતા સિરીયલમાં પણ તેઓ મહત્વનું પાત્ર ભજવી રહ્યા છે.