Bollywood News: આ દિવસોમાં સેલિબ્રિટીની દુનિયામાં ઓરી ઉર્ફે ઓરહાન અવતરમણિનું નામ ખૂબ ચર્ચામાં છે. તે ઘણીવાર ફિલ્મ સ્ટાર્સ સાથે જોવા મળે છે અને તેમની સાથે તસવીરો ક્લિક કરે છે. આટલું જ નહીં, બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે ઓરી પાર્ટીઓમાં પણ જાય છે. જો કે, ચાહકો અને લોકોના મનમાં હંમેશા એક પ્રશ્ન હોય છે કે ઓરી આખરે કરે છે શું? ઓરી જાન્હવી કપૂર, ન્યાસા દેવગન, સારા અલી ખાન અને અનન્યા પાંડે બેસ્ટ ફ્રેન્ડ્સ છે.
આ દરમિયાન તેનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઓરી ફોટો ક્લિક કરાવવા માટે પૈસા માંગતો જોવા મળે છે. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું છે કે જો પૈસા ન હોય તો કોઈ ફોટો ક્લિક નહીં કરે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓરીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.
ઓરીના ચાહકો તેમના ફોટા ક્લિક કરાવવા માટે તેમની પાસે આવે છે. આના પર તે મજાકમાં કહે છે કે, ‘નો મની નો ફોટો.’ ઓરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ સહિત તમામ સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ કરીને પણ તમારો પ્રતિભાવ આપો.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
ફોર્બ્સ ઈન્ડિયા સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં ઓરીએ જણાવ્યું હતું કે તે ઈવેન્ટ્સમાં ભાગ લઈને ખુબ કમાણી કરે છે. ઓરીએ જણાવ્યું કે કેવી રીતે તે લોકોને તેમની પાર્ટીઓમાં હાજરી આપીને રાજી રાખે છે. તેણે કહ્યું, “અત્યારે મારું ધ્યાન ખુશીનો સંદેશ ફેલાવવા પર છે. હું લોકો સાથે જોડાવ છું. મને એવા કાર્યક્રમોમાં હાજરી આપવા મળે છે કે જે અન્ય અને મારા માટે ખુશી લાવે છે. આ દેખાવ હાલમાં મારી આવકનો પ્રાથમિક સ્ત્રોત છે. લોકો મને લગ્નમાં આમંત્રિત કરે છે અને તેઓ મને 15 લાખથી 30 લાખ રૂપિયા સુધી ચૂકવે છે. તેઓ ઇચ્છે છે કે હું મહેમાન તરીકે નહીં પણ મિત્ર તરીકે હાજરી આપું.