Entertainment News : પાકિસ્તાની ક્રિકેટરો જેટલા પોતાની વિસ્ફોટક રમતને કારણે સમાચારમાં રહે છે તેટલા જ તેઓ પોતાની અંગત જિંદગીને લઈને પણ સમાચારો બનાવે છે. ઘણા પાકિસ્તાની ક્રિકેટરોની પત્નીઓ ખૂબ જ સુંદર છે. પાકિસ્તાની ખેલાડીઓની પત્નીઓ અભિનેત્રીઓથી ઓછી નથી. આવો અમે તમને પાકિસ્તાની ખેલાડીઓની કેટલીક સુંદર પત્નીઓ બતાવીએ.
પાકિસ્તાની ઓપનર અહમદ શેહઝાદે (Ahmed Shehzad) તેની બાળપણની મિત્ર સના અહમદ (Sana Ahmad) સાથે 19 સપ્ટેમ્બર, 2015ના રોજ લગ્ન કર્યા હતા. સનાની સુંદરતા પણ કમાલની છે. તેમને એક દીકરો અલી અહમદ છે.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ (Hasan Ali) વર્ષ 2019માં ભારતની શામિયા આરઝૂ (Shamia Arzoo) સાથે લગ્ન કર્યા હતા. શામિયાનો પરિવાર હરિયાણાના નુહ જિલ્લાના ચંદેની ગામમાં રહે છે. પરંતુ શામિયા ઘણા વર્ષોથી દુબઈમાં ફ્લાઈટ એન્જિનિયર તરીકે કામ કરતી હતી. શામિયા અને હસન અલીએ પણ દુબઈમાં લગ્ન કર્યા હતા. બંને વચ્ચે પહેલા ખૂબ જ ગાઢ મિત્રતા હતી, ત્યારબાદ આ મિત્રતા સંબંધમાં બદલાઈ ગઈ હતી.
પાકિસ્તાની ક્રિકેટર વહાબ રિયાઝે 2013માં ઝૈનાબ સાથે લગ્ન કર્યા હતા. વહાબ પાકિસ્તાનનો દિગ્ગજ બોલર રહ્યો છે. કોઈ પણ બેટ્સમેન માટે તેના બોલ રમવાનું સરળ નહોતું.
પાકિસ્તાનના ખતરનાક બેટ્સમેન શોએબ મલિકે વર્ષ 2010માં ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. ત્યારે આ બંનેના લગ્નને લઈને મીડિયામાં ઘણો વિવાદ થયો હતો, પરંતુ બંનેએ કોઈની પરવા ન કરી અને લગ્ન કરી લીધા. બંને વર્ષો પછી પણ પોતાનું સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે. બંનેને એક પુત્ર છે.
શા માટે દર દિવાળીએ દેવી લક્ષ્મીની નવી મૂર્તિ ખરીદવી જરૂરી છે? તમે ના ખરીદતા હોય તો શરૂ કરી દેજો
શા માટે દર દિવાળીએ દેવી લક્ષ્મીની નવી મૂર્તિ ખરીદવી જરૂરી છે? તમે ના ખરીદતા હોય તો શરૂ કરી દેજો
દિવાળી સુધી દરરોજ ખરીદી માટે શુભ મુહૂર્ત, દરરોજ રાજયોગનો સંયોગ, મા લક્ષ્મી સંપત્તિનો ઢગલો કરશે
મિસ્બાહ ઉલ હકે 2004માં ઉઝમા ખાન સાથે લગ્ન કર્યા હતા. મિસબાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમના પુત્રનું નામ ફૈઝાન છે. મિસબાહની ગણતરી પાકિસ્તાનના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.