Pooja Bhatt: બોલિવૂડ ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટ (Pooja Bhatt) અવાર નવાર કોઇને કોઇ કારણે વિવાદોમાં રહેતી હોય છે. તેના વિશે ઘણી અફવાઓ છે જેને સાંભળીને ફેન્સ દંગ રહી ગયા હતા. આલિયા ભટ્ટે (Alia Bhatt) જ્યારે બોલીવૂડમાં પગ મૂક્યો ત્યારે કહેવાતું હતું કે તે મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની પુત્રી છે. હવે વર્ષો બાદ પૂજાએ આ મામલે મૌન તોડ્યું છે.
પૂજા ભટ્ટે સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ અફવાઓ વિશે સત્ય જણાવ્યું હતું. “આપણા દેશમાં આ એક જૂની વાત છે. ક્યારેક કોઈ બહેન, કોઈની ભાભી, કોઈની દીકરીની વાત કરે છે. અથવા તો પિતા અને પુત્રી વચ્ચેના સંબંધોને ખરાબ ગણાવી રહ્યા છે. તમે કોઈને આવું કરવાથી શું રોકી શકો છો? આ બકવાસ છે.”
જો કે આલિયા ભટ્ટ પૂજાની સાવકી બહેન છે. બંને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રીઓ છે. આલિયા તેની પુત્રી હોવાની અફવાઓ સામે આવતા, પૂજાએ આ અહેવાલોને “વાહિયાત” ગણાવ્યા હતા. આ સાથે જ પૂજા ભટ્ટે એ વાતનો પણ ખુલાસો કર્યો કે બિગ બોસ શોને કારણે બંને એકબીજાની નજીક આવ્યા હતા. આલિયા આ શોના દરેક એપિસોડ જોતી હતી. જે દિવસે તે બિગ બોસના ઘરમાંથી બહાર આવી તે દિવસે આલિયાએ તેને ફોન પર ફોન કર્યો હતો.
ઓહ બાપ રે: ગુજરાતથી મથુરા જતી બસનો અકસ્માત, 11 લોકોના મોતથી હાહાકાર, 20 અતિ ગંભીર હાલતમાં
સામાન્ય માણસ માટે સૌથી મોટી રાહતના સમાચાર, મોંઘવારી ઘટી ગઈ, શાકભાજી સહિત તમામ ખાદ્યપદાર્થો સસ્તા થયા
તમને જણાવી દઈએ કે, પૂજા ભટ્ટે હાલમાં જ પિતા મહેશ ભટ્ટ સાથે વિવાદ પર પહેલીવાર મૌન તોડ્યુ હતુ. “આ એક એવી ક્ષણ હતી જેને ખૂબ જ સુંદર રીતે કેદ કરવામાં આવી હતી. જ્યારે લોકો પિતા-પુત્રીના સંબંધોને ગંદી નજરથી જુએ છે, ત્યારે તેઓ કંઈપણ વિશે વાત કરી શકે છે. હું ફક્ત તેમને કહેવા માંગું છું કે તેઓએ શું જોયું અને વાંચ્યું છે. જે લોકો પારિવારિક મૂલ્યો વિશે વાત કરે છે તે ખૂબ જ આશ્ચર્યજનક મજાક છે. પૂજા ભટ્ટ હાલમાં જ બિગ બોસ ઓટીટીનો ભાગ રહી ચૂકી છે અને તે શોના છેલ્લા 5 સ્પર્ધકોમાં સામેલ હતી.