Pabhas News : બાહુબલિ સ્ટાર પ્રભાસે (prbhas) હાલમાં જ પોતાનો 44મો જન્મદિવસ ઉજવ્યો હતો. સાથે જ દરેકના દિલો પર રાજ કરનારા પ્રભાસના દિલ પર કોઇ રાજ નથી કરતું. 44 વર્ષની ઉંમરે પણ તે સિંગલ છે અને લગ્ન કરવા નથી માંગતો. પરંતુ પરિવાર તેમના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત છે.
અનુષ્કા શેટ્ટી સાથે લગ્ન કરવા માંગે છે પ્રભાસ
હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ પ્રભાસના પરિવારજનો ઇચ્છે છે કે તે સહકલાકાર અનુષ્કા શેટ્ટી સાથે બને તેટલી વહેલી તકે લગ્ન કરે. પરંતુ તે બંને માત્ર સારા મિત્રો છે અને તે બંને આ સંબંધને ફક્ત મિત્રતા નામ આપવા માંગે છે.
પરંતુ ‘બાહુબલી’ની આ આદત બની રહી છે અડચણ
અભિનેતાના પરિવાર અનુસાર પ્રભાસની સૌથી મોટી સમસ્યા તેનો સ્વભાવ છે. એટલા માટે તે હજુ પણ સિંગલ છે. તે કહે છે કે તે બિલકુલ સામાજિક નથી. તેમને લોકો સાથે વધુ પડતું હળીમળીને રહેવું પસંદ નથી. તે પાર્ટીઓમાં પણ ભાગ્યે જ હાજરી આપે છે. કાં તો તે કામ પર જાય છે અથવા ઘરે જ રહે છે. અત્યારે તો તેનું સંપૂર્ણ ધ્યાન તેના કામ પર જ છે.
આ દિવસે રિલીઝ થશે સલાર
તમને જણાવી દઈએ કે પ્રભાસ ખુબ જ જલ્દી પોતાની મચ અવેઇટેડ ફિલ્મ સલારને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ આ વર્ષે ૨૨ ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
મંગળસૂત્ર ક્યારે ના પહેરવું જોઈએ? દરેક મહિલાએ આ વાત જાણવી જ જોઈએ, અયોધ્યાના જ્યોતિષે કહી મોટી વાત
ધનતેરસના દિવસે ઘરના ચાર ખૂણામાં રાખો આ એક વસ્તુ, આખું વર્ષ એટલું કમાશો કે ધનવાન બની જશો!
તમને જણાવી દઈએ કે આ ફિલ્મની ટક્કર શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી સાથે થવાની છે. બંને ફિલ્મો ક્રિસમસના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. સલાર અગાઉ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. ત્યારે આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીની ધ વેક્સિન વોર સાથે ટકરાઈ હોત. તે પછી તેને મુલતવી રાખવામાં આવી હતી અને ડિસેમ્બરમાં ખસેડવામાં આવી હતી.