પ્રતીક ગાંધીનો સૌથી મોટો ખુલાસો, કહ્યું- વિદ્યા બાલન જ્યારે આવી હરકત કરે ત્યારે શૂટિંગ રોકી દેવું પડતું

Lok Patrika
By Lok Patrika
Share this Article

Bollywood News: પ્રતીક ગાંધી સૌથી પહેલા તો પોતાના આ ફિલ્મના પાત્ર વિશે અને ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે વાત કરે છે, તેઓ જણાવે છે કે રૉમકૉમ જે જૉનર છે તે તેમને ખૂબ જ ગમે છે કારણકે આમાં ઘણાંબધાં ઇમોશન્સ જોડાયેલા હોય છે. આ જૉનરમાં માત્ર કૉમેડી કે માત્ર રોમેન્સ નહીં પણ અનેક ઇમોશન્સ જોડાયેલા હોય છે. આવા પાત્રોમાં ઘણાં બધા લેયર્સ હોય છે જે એક્ટ કરવા ગમે. “મને પર્સનલી આવા કૉમ્પ્લેક્સ ઇમોશન કૉમ્પ્લેક્સ જે કરન્ટ સિનારિયો છે સોસાઈટીનો એ મને એટલું જ સચોટ બતાવવામાં વધારે મજા આવે છે.

હું એવું માનું છું કે જેટલું ક્લોઝર ટુ લાઇફ એટલું જ વધારે ડિફિકલ્ટ ટુ પોર્ટ્રે. જેટલું સરળ દેખાતું હોય છે એટલું જ એ ભજવવામાં અઘરું હોય છે એટલે મને એક્ટર તરીકે આવી વિવિધતા બતાવવી ગમે છે.”આ આખી ફિલ્મ પ્રેમ કે દગા પર બેઝ્ડ નથી. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી, એનું નરેશન લીધું ત્યારે પણ મને આ ફિલ્મ એના પર આધારિત છે એવું ન લાગ્યું. આ ફિલ્મ મૂળ એના પર છે કે, કારણકે આપણે બધા હ્યૂમન્સ છીએ, થોડોક પણ પ્રેમ ઓછો મળે અને બીજેથી વધારે મળે તો આપણે ત્યાં વળી જતાં હોઈએ છીએ પછી તે વસ્તુઓ હોય વ્યક્તિ હોય કે બીજું કંઈ.

જ્યાં કમ્યુનિકેશન- વાતચીત ઓછી થાય ત્યારે આ બધી વસ્તુઓ વધારે ડિફિકલ્ટ થઈ જાય. કારણકે જેમ જેમ વર્ષો વીતતા જાય, ઘણીવાર તો એવું થાય કે તમને મૂળ પ્રૉબ્લેમની પણ ખબર ન હોય, કારણકે કમ્યુનિકેશન ઓછું થતું જાય, તમે એકબીજા સાથે વાત જ નથી કરવાના. આ આખું કન્ફ્યુઝન છે આની બધી જે કૉમ્પ્લેક્સિટી છે એના પર આ આખી ફિલ્મ બેઝ્ડ છે. મને એવું લાગે છે કે કોઈપણ વસ્તુમાં ગુસ્સો, નફરત આ બધું આવે એટલે પ્રેમને લેવલઅપ કરીને આ બધાને નિમ્ન ગણાવી દેવા જોઈએ.””ઘણીવાર એવું થતું જ હોય છે કે ઘણીબધી એવી વાતો હોય, તીખો-મીઠો ઝગડો હોય કે બીજું ઘણું બધું જે તમે કહેતા જ નથી, એવું વિચારીને કે હવે આમાં શું કહેવાનું?

આ ત્યાં સુધી સામાન્ય છે જ્યાં સુધી એ નેચરલ છે પણ જો તમને લાગે કે આને કારણે કંઈ ગરબડ થઈ રહી છે ત્યારે એને ગ્રાન્ટેડ ન લેવી જોઈએ, તરત તેના પર કામ થવું જોઈએ.””વિદ્યા બાલનના ઘરે ઊટી જવાનો જે સીન છે જે ગીતમાં તમે જોઈ શકો છો, ત્યાં જે હ્યૂમર સર્જાયું છે તે એક જુદા જ લેવલનું છે. ત્યાં અમુક વસ્તુઓ તો એવી છે કે શૂટ કરતાં કરતાં તમને હસવું આવી જાય અને વિદ્યા બાલનનું તો એવું છે કે એમનું હસવાનું એકવાર શરૂ થાય એટલે એમને હસતાં જોઈને તમને હસવું આવી જાય.

સંન્યાસને લઈ ખુદ રોહિત શર્માએ કર્યો સૌથી મોટો ધડાકો, કહ્યું- 2025માં ભારત વર્લ્ડ ચેમ્પિયનશિપ..

માત્ર 108 રૂપિયામાં 60 દિવસ માટે અનલિમિટેડ વાત કરો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરો! આ કંપની ગ્રાહકો પર મહેરબાન

પૈસા અને પ્રસિદ્ધિ માટે લગ્ન કરે છે… નોરા ફતેહીએ બોલિવૂડ કપલ્સનું ગંદુ રહસ્ય ખોલી નાખ્યું, કહ્યું-પ્રેમ હોતો જ નથી…’

આવા સમયે અમારે ખાસ ૫-૧૦ મિનિટ માટે શૂટ રોકી દેવું પડતું. આ સિવાય કારણકે ટ્રેલર આવી ગયું છે ટ્રેલરમાં એક સીન છે જેમાં હું એવું કહું છું કે હું ફૂટબૉલ ગ્રાઉન્ડ પર છું, ફોન પર વાત કરતાં-કરતાં જ હવામાં ફૂટબૉલ રમવા માંડવું. આ દરમિયાન હું પોતે જ મારું હસવાનું રોકી નહોતો શક્યો. એટલે આવું કોણ કરે તમને ખબર છે કે તમે ખોટું બોલ્યા છો અને પછી એને સાબિત કરવા માટે એક્સ્ટ્રીમ સ્ટેપ્સ સુધી તમે પહોંચી જાઓ.”


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly