બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર પ્રિયંકા ચોપરાનો આજે 41મો જન્મદિવસ છે. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રિયંકા નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ હવે અમેરિકામાં રહે છે.
પ્રિયંકા ચોપરા આજે નામ અને પ્રસિદ્ધિ સાથે અબજો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. અભિનેત્રી હોવા ઉપરાંત તે એક સફળ બિઝનેસ વુમન પણ છે. તેણીની અનોમલી નામની હેરકેર બ્રાન્ડ, પરફેક્ટ મોમેન્ટ નામની કપડાની બ્રાન્ડ અને ન્યુયોર્કમાં સોના નામની રેસ્ટોરન્ટ છે. પ્રિયંકાનું પર્પલ પેબલ પિક્ચર્સ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. પ્રિયંકાએ બમ્બલમાં પૈસા પણ રોક્યા છે.
પ્રિયંકા ચોપરાએ વર્ષ 2002માં તમિલ ફિલ્મ થમિઝાનથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ વર્ષ 2003માં સની દેઓલ સાથેની ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા પછી, તે હવે અમેરિકામાં રહે છે અને હોલીવુડના ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે.
પ્રિયંકા ચોપરા બોલિવૂડની ઉચ્ચ કક્ષાની અભિનેત્રીઓમાંની એક છે. ટાઈમ મેગેઝીને તેમને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કર્યા છે. એક બોલિવૂડ ફિલ્મ માટે 12 કરોડ, જ્યારે હોલીવુડ વેબ સિરીઝના એક એપિસોડ માટે 2 કરોડ રૂપિયા લે છે. તે તેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 3 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તેને એક જાહેરાત માટે 5 કરોડ રૂપિયાની ફી પણ મળે છે.
પ્રિયંકા ચોપરાએ ફિલ્મો, જાહેરાતો અને અન્ય ઈવેન્ટ્સથી ઘણી કમાણી કરી છે. પ્રિયંકા ચોપરાની કુલ સંપત્તિ 620 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે દર મહિને 1.5 કરોડ રૂપિયા કમાય છે. પ્રિયંકાનું અમેરિકામાં 238 કરોડ રૂપિયાનું ઘર છે. આ સિવાય તેની પાસે મુંબઈમાં બે આલીશાન ઘર પણ છે જેની કિંમત 8-8 કરોડ રૂપિયા છે. તેની પાસે ગોવામાં બાગા બીચ પાસે એક પ્રોપર્ટી પણ છે જેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે.
ભારતના લોકોએ બૂમ પડાવી દીધી, ખાલી 30 દિવસમાં 4604 કરોડનું સોનુ ખરીદ્યું, સરકાર લઈને આવી સસ્તી ઓફર
પ્રિયંકા ચોપડા પાસે પ્રાઈવેટ જેટ પણ છે. તે તેનો ઉપયોગ અમેરિકા, ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે મુસાફરી કરવા માટે કરે છે. પ્રિયંકા બોલીવુડની પહેલી અભિનેત્રી છે જેણે 2.5 કરોડ રૂપિયામાં રોલ્સ રોયસ લક્ઝરી કાર ખરીદી છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ, પોર્શે, મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ, મર્સિડીઝ-મેબેક એસ650, ઓડી ક્યૂ7 અને BMW 5 જેવી કાર પણ છે જેની કિંમત રૂ. 1.1 કરોડ છે.