Joe Jonas Sophie Turner Divorce: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના (Priyanka Chopra) પતિ નિક જોનાસનો (Nick Jonas) પરિવાર આજકાલ હેડલાઇન્સમાં છે. નિકના મોટા ભાઈ જો જોનાસનું (Joe Jonas) લગ્ન જીવન ઠીક નથી ચાલી રહ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોય અને તેની પત્ની અને અભિનેત્રી સોફી ટર્નર (Sophie Turner) વચ્ચેના સંબંધો તૂટી ગયા છે અને બંનેના છૂટાછેડા થવા જઈ રહ્યા છે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જોય અને સોફી છૂટાછેડા માટે લોસ એન્જલસમાં વકીલોની સલાહ લઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનાથી બંને વચ્ચેના સંબંધો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમના લગ્નની વીંટી જોયની આંગળીમાં ન જોવા મળતા તેમના સંબંધોમાં ખલેલ પડવાની શક્યતા હતી. આ કારણે તેના અને સોફીના સંબંધોમાં થોડી ગરબડના સંકેત મળ્યા હતા, જોકે તે પહેલા બંને સતત સામાજિક વર્તુળોમાં સાથે જોવા મળતા હતા.
સોફી તેની એક મ્યુઝિકલ ટૂર પર જોયને ખુશખુશાલ કરતી પણ જોવા મળી હતી. આ ઉપરાંત બંને સોશિયલ ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા, જેના કારણે તેમના ફેન્સ અને નજીકના મિત્રો તેમના ડિવોર્સના નિર્ણયથી આશ્ચર્યચકિત થઇ ગયા છે. તાજેતરમાં આ બંનેએ પોતાની મિયામી હવેલી પણ વેચી દીધી છે, જેના કારણે તેમના સંબંધોમાં અલગતા વધુ મજબૂત બની છે.
આ કૃષ્ણ મંદિરમાં દિવસમાં 10 વખત અન્નકૂટ ધરવામાં આવે, ન ધરો તો મુર્તિ દુબળી થઈ જાય, ભગવાન પોતે ખાય!
આટલી રાશિના લોકો અત્યારથી જ તિજોરીમાં જગ્યા ખાલી કરી દેજો, આજથી ગુરૂ ગ્રહ અપાર ધનની વર્ષા કરશે
જણાવી દઈએ કે બંનેએ 2016માં ડેટિંગ શરૂ કરી હતી. આ પછી 2017માં બંનેએ સગાઈ કરી લીધી હતી અને ત્યાર બાદ 2019માં બંનેએ લાસ વેગાસમાં લગ્ન કરી લીધા હતા. આ પછી, બંનેએ 2020 માં પ્રથમ બાળક અને પછી 2022 માં બીજા બાળકનું સ્વાગત કર્યું હતું. પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો જોય અને સોફી પોતાના કરિયરમાં ઘણા એક્ટિવ રહે છે. સોફી ગેમ્સ ઓફ થ્રોન્સ જેવી ટીવી શ્રેણી માટે પ્રખ્યાત છે. આ સાથે જ જોયે પોતાના બે ભાઈઓ સાથે મળીને એક મ્યુઝિકલ ટૂર પૂરી કરી છે. જોય અને સોફી આ સંબંધમાં પ્રિયંકા ચોપરાના જેઠ જેઠાણી લાગે છે.