Priyanka Chopra:એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બોલિવુડથી લઇને હોલિવુડ સુધી પોતાની સારી એવી ઓળખ બનાવી ચૂકી છે. અત્યારે તેની પાસે બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા પ્રોજેક્ટ છે. આ દરમિયાન તેણે કેટલીક એવી વાત કહી જે તમને આશ્ચર્યમાં મુકી શકે છે. પ્રિયંકાએ કહ્યું કે, તે દીકરી માલતી માટે પોતાની કારકિર્દી પણ છોડી શકે છે. પ્રિયંકાએ આ દરમિયાન પોતાના માતા-પિતાનું ઉદાહરણ આપતાં તેના માટે કરેલા ત્યાગને જણાવ્યું હતું.
દીકરી માટે કારકિર્દી છોડી શકે પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા ૪૦ વર્ષની વયે દીકરી માલતીની માતા બની છે. આ દરમિયાન તેની કારકરિ્દી પણ ઘણી સારી ચાલી રહી છે. તેવામાં પ્રિયંકાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે દીકરી માલતી માટે પોતાની કારકિર્દી છોડવા પણ તૈયાર છે. જો તેની દીકરી કહે કે દેશ બદલવો છે તો પ્રિયંકા તે પણ કરવા તૈયાર છે.
‘કોઈ પણ પ્રશ્ન કર્યા વિના કારકિર્દી છોડી દઇશ’
મૂવી સિટીઝ સાથે થયેલા પેરેન્ટ્સ ડિસ્કશનમાં પ્રિયંકાએ કરેલી વાતચીતમાં જણાવ્યું કે, ‘તે સમયે મેં તેને ગ્રાન્ટેડ લીધું હતું. આ કંઇક એવું છે જે ખરેખર તમારા પેરેન્ટ્સ જેવું કામ કરે છે. મારી કારકિર્દી મહત્ત્વ રાખે છે. મેં આ ત્યાં સુધી નહોતું વિચાર્યું જ્યાં સુધી હું મારા પુસ્તક પર કામ નહોતી કરી રહી. પછી મેં વિચાર્યું કે હવે હું ૪૦ વર્ષની થઈ ગઈ છું. હવે મને પુછવામાં આવશે કે, હું મારી કારકિર્દી છોડી દઉ અને દેશ બદલું તો હું મારી દીકરી માટે આ કરીશ.’
‘મારા માતા-પિતાએ મારા માટે ત્યાગ કર્યો’
પ્રિયંકાએ આગળ જણાવ્યું કે, ‘તેમ છતાં આ એક મોટું ત્યાગ છે અને આપણે ઘણા નસીબદાર છીયે કે આપણને આવા માતા-પિતા મળ્યા છે જેમણે ત્યાગ કર્યો રંતુ એવા પરિવાર પણ છે જે સામાજિક દબાણમાં છે, તે નથી જાણતા કે તે પોતાની દીકરીઓની પ્રશંસા નથી કરતા. આથી મને લાગે છે કે, એક બાબત જે આપણે કરવાની જરૂરત છે તે બાળકોના ઉછેર દરમિયાન એક-બીજા સાથે વાતચીત કરવી, પોતાના પુત્રોનો એ રીતે ઉછેર કરવો, જેમાં મહિલાઓ માટે સન્માન હોય, સમાજમાં એવી તક ઉભી કરવી જ્યાં મહિલા સત્તાના પદો પર હોય, ન માત્ર નોકરી મેળવવી પરંતુ ખરેખર નિર્ણયકર્તા હોય. મને લાગે છે કે, આ બધું જ આપણા માટે બદલાવ જઈ રહ્યું છે.