Bollywood News: 2009માં રિલીઝ થયેલી એક ફિલ્મમાં કહેવામાં આવ્યું હતું કે બાળકની ડિલિવરી માટે વેક્યુમ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકાય છે. આવો સીન અને આવો વિચાર પહેલીવાર ભારતીય ફિલ્મમાં બતાવવામાં આવ્યો હતો. થ્રી ઈડિયટ્સ ફિલ્મમાં રાંચોનો આ વિચાર હતો. જેનું મન દરેક સામાન્ય વસ્તુ જોઈને 112 વોટના બલ્બની જેમ જગમગતુ જતું હતું. રિયલ લાઈફમાં પણ આમિર ખાનની હાલત આવી જ છે. એક્ટર્સ પોતાની એક્ટિંગમાં પ્રાણ પૂરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. આ ફિલ્મના એક સીનમાં અભિનેતાએ રિયલમાં દારૂ પીધો હતો. હાલમાં જ આર માધવને ફિલ્મ ‘શૈતાન’ના પ્રમોશન દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે.
માધવનને કર્યો ખુલાસો
એક ઈન્ટરવ્યુમાં આર માધવને ફિલ્મ ‘શૈતાન’ તેમજ 2009માં રિલીઝ થયેલી ‘થ્રી ઈડિયટ્સ’ના એક સીન વિશે વાત કરી હતી. તેણે કહ્યું – ‘આ ફિલ્મમાં એક સીન હતો. જ્યાં રેન્ચો, રાજુ અને ફરહાન સાથે મળીને કોલેજના પ્રિન્સિપાલના ઘરે જાય છે અને ટોયલેટ જાય છે. આ સીનમાં ત્રણેય કલાકારોને નશામાં ધૂત બતાવવામાં આવ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સીનમાં હું, આમિર અને શરમન ત્રણેય નશામાં હતા.
પીવાનો આઈડિયા આમિરનો હતો
માધવને કહ્યું- ‘આ વિચાર બીજા કોઈનો નહીં પણ આમિર ખાનનો હતો. તેણે કહ્યું કે ફિલ્મમાં તમે દારૂ પીધો હોય તેવું ક્યારેય વર્તન ન કરો. તેના બદલે રિયલમાં દારૂ પીને સામાન્ય દેખાવું જોઈએ. માધવને આગળ કહ્યું- ‘અમારું શૂટિંગ રાત્રે 9 વાગ્યે હતું. આમિરે રાત્રે 8 વાગ્યે અમને ડ્રિંક્સ પીરસવાનું શરૂ કર્યું. અમે બધાએ 3 થી 4 પેગ માર્યા. આ પછી અમે તે સીન શૂટ કર્યો. શૂટિંગમાં વિલંબ થયો. આમ છતાં અમને ત્રણેયને અમારા ડાયલોગ્સ બોલવામાં 3 કલાક લાગ્યા.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
તમને જણાવી દઈએ કે આમિર ખાન, આર માધવન અને શરમન જોશીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે 400 કરોડની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મ પછી આમિર ખાન હવે તેની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ લાપતા લેડીઝને કારણે ચર્ચામાં છે. આર માધવન તેની ફિલ્મ શૈતાન માટે ચર્ચામાં છે.