Exclusive: નીતિન દેસાઈના મોત પર આમિર ખાન પર ગુસ્સે થતા રાજ જગતસિંહ કહ્યું, જ્યારે માનવતા બતાવવાની હતી ત્યારે તમે ક્યાં હતા?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
નીતિન દેસાઈના મોત પર આમિર ખાનનો ઢોંગ?
Share this Article

(By Dinesh Zala) 2 ઓગસ્ટનો દિવસ સિનેમા જગત માટે ખૂબ જ ચોંકાવનારો હતો.  બોલિવૂડના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી લીધી હતી.  આ સમાચાર આવતાની સાથે જ સમગ્ર સિનેમા જગતમાં મૌન છવાઈ ગયું હતું.  નીતિન દેસાઈ તેમના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.  તેમના મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા.

માનવતા દેખાડવા બધા પોચી જાય છે

બોલિવૂડના તમામ મોટા દિગ્દર્શકો અને મોટી હસ્તીઓએ અંતિમ દર્શન પર પોતાની હાજરી દર્શાવી હતી, આમિર ખાન પણ નીતિનના પરિવારને આશ્વાસન આપતા જોવા મળ્યા હતા , આ દરમિયાન આમિર ખાનની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. એજ તસવીરને લઈ રાજ જગતસિંહે મોટું નિવેદન આપ્યું છે જેના નિવેદનથી બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે

માનવતા દેખાડવા બધા પોચી જાય છે

 

રાજ જગતસિંહ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, “અત્યાર સુધી જે લોકોએ આત્મહત્યા કરી છે તેનું કારણ તેમની આર્થિક સ્થિતિ અને અન્ય ઘણા કારણો છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે.  નીતિન દેસાઈ આમિર ખાનના ખૂબ જ નજીક હતા અને તેમની આર્થિક સ્થિતિથી સંપૂર્ણ વાકેફ છે.નીતિન છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા, તેમના પર કરોડો રૂપિયાનું દેવું હતું, છતાં તેમની મદદ માટે કોઈ અભિનેતા આગળ ન આવ્યા. અને આમિર ખાન જેવા ઘણા કલાકારો તેમની પરિસ્થિતિથી વાકેફ છે, તેમ છતાં તેમની મદદ કોઈએ ન કરી,દરેક કલાકાર તેમના અન્ય કલાકારોનું સન્માન કરશે અને તેમની મદદ માટે આગળ વધશે, મને લાગે છે કે કોઈએ આત્મહત્યા જેવું પગલું ભરવાની જરૂર નહીં પડે.

માનવતા દેખાડવા બધા પોચી જાય છે

વધુમાં, રાજ જગતસિંહ આમિર પર ગુસ્સે થતા કહ્યું કે “નીતિન દેસાઈના અંતિમ દર્શન દરમ્યાનનો આમિર ખાનનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, ફોટામાં જે માનવતા આમિર ખાન  દેખાડે છે તે જીવતા હોત ત્યારે દેખાડી હોત, તો આજે નીતિન દેસાઈએ આટલું મોટું પગલું ન ભર્યું હોત. 

માનવતા દેખાડવા બધા પોચી જાય છે

તમને જણાવી દઈએ કે નીતિન દેસાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા.  તેના પર 250 કરોડનું દેવું પણ હતું.  એનડી સ્ટુડિયો ખરીદ્યા બાદ તેણે 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી.  2016 અને 2018ની વચ્ચે તેણે લોન કંપની પાસેથી આ રકમ લીધી હતી.  પરંતુ આર્થિક સંકડામણના કારણે તે ચૂકવણી કરી શક્યા ન હતા જેથી તેમણે આત્મહત્યા કર્યાનું માનવામા આવે છે  

માનવતા દેખાડવા બધા પોચી જાય છે

‘રામ મંદિર સમયનો બગાડ છે’ સાંભળીને શાળાના વિદ્યાર્થીઓ ગુસ્સે થયા, જય શ્રી રામના નારા લગાવ્યા, હંગામો મચ્યો

સજા પર રોક અને સુપ્રીમ કોર્ટમાંથી રાહત… રાહુલ ગાંધી સંસદમાં ક્યારે પરત ફરશે? જાણો આખી કહાની પહેલેથી છેલ્લે સુધી

ચેતન બીમારીનું બહાનું બનાવી રહ્યો છે, તપાસમાં સહકાર નથી આપતો, પોલીસે ચેતનની પત્નીની 11 કલાક પૂછપરછ કરી

તમને જણાવી દઈએ રાજ જગતસિંહ  નિર્માતા અને લેખક છે જેમને લખેલી કવિતાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ શુભેચ્છાઓ મળેલી છે તેઓ અવારનવાર મોટીવેશનલ દ્વારા યુવાઓને જાગૃત કરવાના પ્રયાસો કરતા રહે છે અને તેમના અનેક પ્રોજેક્ટ મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મ દ્વારા હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે હાલમાં તેઓ આમિર ખાન પ્રત્યેના તેમના નિવેદનને લઈને ખૂબ ચર્ચામાં છે 


Share this Article