રજનીકાંતની ફિલ્મ ‘જેલર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, ‘થલાઈવા’ના જબરદસ્ત એક્શન અને ડાયલોગ્સે દિલ જીતી લીધું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Entertainment News: રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જેલર’નું ટ્રેલર (Jailer Trailer) રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં, ચાહકોને થલાઈવાના સ્મોકી એક્શનની સાથે શાનદાર ડાયલોગ્સ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ફરી એક વાર રજનીકાંત (Rajinikanth)પોતાના વિસ્ફોટક એક્શન સાથે પડદા પર નજર આવવાના છે. પોલીસની ભૂમિકામાં રજનીકાંત બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. દર્શકો ઘણા સમયથી રજનીકાંતની ફિલ્મ જેલરની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં થલાઈવા હોય અને ચાહકો ઉત્સાહિત ન થાય તે શક્ય નથી. ફિલ્મનું ટ્રેલર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ સાથે રજનીકાંત ફરી એકવાર સ્ક્રીન પર ફુલ એક્શન મોડમાં જોવા મળશે.

રજનીકાંત ફિલ્મ જેલરમાં જેલરના રોલમાં જોવા મળશે. વાર્તા એક ખતરનાક ગેંગની આસપાસ ફરે છે જે તેમના નેતાને જેલમાંથી મુક્ત કરવા માંગે છે અને મુથુવેલ (Rajinikanth) જે એક પ્રમાણિક પોલીસ છે. મુથુવેલના બે રૂપ છે, જે ધમાકેદાર એક્શનમાં પોલીસની ભૂમિકામાં દેખાય છે. તેની પત્ની અને પરિવારને તેના ખતરનાક અને કડક સ્વરૂપ વિશે કોઈ ખ્યાલ નથી. ફિલ્મમાં રામ્યા કૃષ્ણન રજનીકાંતની પત્નીના રોલમાં જોવા મળશે.

એકસાથે 429 બેન્ક કર્મચારીઓને દગો આપવાના કેસમાં કંઈ રીતે ફસાઈ ગઈ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં? જાણો અહીં વિગતે

એક સોશિયલ મીડિયા પોસ્ટ અને બધો ખુલાસો થઈ ગયો, નુંહ હિંસાનો જિમ્મેદાર કોણ છે એ વિશે ખબર પડી ગઈ

આંતકીઓ પણ રાહ જોઇને જ બેઠા, મુંબઇમાં 26/11 કરતા પણ મોટો હુમલો કરવાની ફિરાકમાં, માહિતી મળતાં જ ભાંડો ફૂટી ગયો

આ સિવાય ફિલ્મમાં જેકી શ્રોફ, તમન્ના ભાટિયા, શિવ રાજકુમાર, સુનીલ, યોગી બાબુ જેવા સ્ટાર્સ પણ જોવા મળવાના છે. ફિલ્મમાં મોહનલાલનો કેમિયો પણ જોવા મળવાનો છે. તે જ સમયે, ફિલ્મની રિલીઝ પહેલા જ તમન્ના ભાટિયાનું આઈટમ નંબર કવાલા સુપરહિટ થઈ ગયું છે. જણાવી દઈએ કે આ ફિલ્મ જેલર થલાઈવાની 169મી ફિલ્મ છે. એટલા માટે પહેલા આ ફિલ્મનું નામ થલાઈવર 169 હતું. જોકે, બાદમાં મેકર્સે ફિલ્મનું નામ બદલીને જેલર કરી દીધું હતું. હવે આ ફિલ્મ આ વર્ષે 10 ઓગસ્ટે( 10th August) રિલીઝ માટે તૈયાર છે.


Share this Article