જાણો કોણ છે અસલી શ્રીકાંત બોલા, જેની બાયોપિકમાં રાજકુમાર કરશે લીડ રોલ, કહાની સાંભળી આંતરડી કકળી ઉઠશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવના ફેન્સ માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં અભિનેતા પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. આ બાયોપિકનું નામ ‘શ્રી’ હશે. રાજકુમાર રાવ આમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ ભૂષણ કુમારની ટી-સીરીઝે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર જોયા પછી જ ચાહકો ઉત્સાહમા છે.

22 વર્ષ પછી જ્યોતિકા એંટ્રી

ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારની સાથે કૃષ્ણ કુમાર અને નિધિ પરમાર હિરાનંદાની સંભાળી રહ્યા છે. આ ફિલ્મ 15 સપ્ટેમ્બરે રિલીઝ થશે. રાજકુમાર રાવ ઉપરાંત શરદ કેલકર, અલયા ફર્નિચરવાલા અને જ્યોતિકા પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની વાત છે. હવે આવી રહ્યા છીએ ફિલ્મના કલાકારો પર. તો તમને જણાવી દઈએ કે જ્યોતિકા આ ​​ફિલ્મથી 22 વર્ષ પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એંટ્રી કરવા જઈ રહી છે.

15 સપ્ટેમ્બરે રિલીઝ થશે ફિલ્મ

તે છેલ્લે વર્ષ 2001માં ફિલ્મ ‘લિટલ જોન’માં જોવા મળી હતી. ત્યારથી તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. જો કે, તેણે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ઘણું કામ કર્યું, પરંતુ હવે તેણે હિન્દીમાં પુનરાગમન કરવાનું મન બનાવી લીધું છે. જાણીને નવાઈ લાગશે કે જ્યોતિકાએ પોતાના કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી જ કરી હતી. આ ફિલ્મનું નામ હતું ‘ડોલી સજા કે રખના’ જે વર્ષ 1998માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જ્યોતિકાને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

શ્રીકાંત બોલા બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક છે

આજે પણ આ અભિનેત્રી દર્શકોના દિલમાંથી ઉતરી નથી. થોડા દિવસો પહેલા જ્યારે તેનું વજન ઘટાડવાનું ટ્રાન્સફોર્મેશન વાયરલ થયું હતું ત્યારે લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. આ સિવાય જેની વાર્તા પર આ ફિલ્મ આધારિત છે, તે કોઈ નાના-મોટા વ્યક્તિ નથી, પરંતુ એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરનાર તે પ્રથમ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિહીન વિદ્યાર્થી છે.

કોણ છે શ્રીકાંત બોલા?

વર્ષ 1991માં આંધ્રપ્રદેશના સીતારામપુરમમાં જન્મેલા શ્રીકાંત બોલા જન્મજાત દૃષ્ટિહીન વ્યક્તિ છે. પરિવાર ખેતીકામ કરતો હતો. 12 વર્ષની ઉંમરે શ્રીકાંત વિજ્ઞાનનો અભ્યાસ કરવા ઈચ્છતો હતો, પરંતુ તેને તેમ કરવાની મંજૂરી ન હતી. બોલાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો. છ મહિનામાં તેને વિજ્ઞાન ભણવાની પરવાનગી મળી. તેણે આ અભ્યાસ પોતાના જોખમે કર્યો હતો. બોલાએ 12માની પરીક્ષામાં 98 ટકા સ્કોર કરીને રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે બોલાને તેની દૃષ્ટિની ક્ષતિને કારણે IITમાં પ્રવેશ નકારવામાં આવ્યો ત્યારે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે અભ્યાસ કર્યો.

બોલા પ્રથમ આંતરરાષ્ટ્રીય અંધ વિદ્યાર્થી બન્યો

બોલા પ્રથમ આંતરરાષ્ટ્રીય અંધ વિદ્યાર્થી બન્યો. અમેરિકાએ તેને ઘણી કોર્પોરેટ તકો આપી, પરંતુ બોલા શરૂઆતથી જ કંઈક અલગ અને મોટું કરવા ઈચ્છતા હતા. બોલાએ વર્ષ 2011 માં બહુવિધ વિકલાંગતા ધરાવતા બાળકો માટે સમનવઇ સેન્ટર શરૂ કર્યું.

આ અંતર્ગત જે બાળકો બહુવિધ વિકલાંગતા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તેમને અભ્યાસની સુવિધા આપવામાં આવી હતી. આ પછી વર્ષ 2012માં તેણે બોલન્ટ કંપનીની સ્થાપના કરી. રતન ટાટાએ તેમને આ ક્ષેત્રમાં ફંડિંગ પણ આપ્યું હતું.

BIG BREAKING: રાત્રે 2 વાગ્યે શાહરૂખના ઘર મન્નતની દિવાલ કૂદીને છેક ત્રીજા માળે પહોંચી ગયા સુરતના 2 યુવકો, સુરક્ષામાં મોટી ચૂક

આવતા 7 મહિના આ 5 રાશિઓના લોકોને બખ્ખાં જ બખ્ખાં, પૈસાની ભૂખ હોય તો ચિંતા ન કરો, શનિ ધનવાન બનાવી દેશે

તમે પણ હથેળી પર ચેક કરી લો, જો વિષ્ણુ રેખા હશે તો સમજો બેડો પાર, એટલા પૈસા આવશે કે જમાનો સલામ કરશે

આ કંપનીમાં અનેક વિકલાંગોને નોકરી આપવામાં આવી હતી. વર્ષ 2018માં આ કંપનીનું ટર્નઓવર 180 કરોડ રૂપિયા થઈ ગયું હતું. વર્ષ 2016માં બોલા સર્જ ઇમ્પેક્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર બન્યા. એપ્રિલ 2017માં તેનું નામ ફોર્બ્સ મેગેઝિનના 30 અંડર 30 એશિયામાં દેખાયું, જે તેના માટે એક મોટી સિદ્ધિ હતી. આ સિવાય શ્રીકાંત બોલાએ ઘણી વસ્તુઓ કરી, જેના માટે તે ગર્વ અનુભવે છે.


Share this Article