‘RRR’ ફેમ સાઉથ સુપરસ્ટાર રામચરણની કેટલીક તસવીરો ચાહકોને ભાવુક કરી રહી છે. આ તસવીરોમાં રામ ચરણ તેના 9 વર્ષના ફેન્સને મળતા જોવા મળી રહ્યા છે. આ બાળક હાલમાં કેન્સર સામેની લડાઈ લડી રહ્યો છે જે રામ ચરણનો મોટો ચાહક છે. આ નાનો બાળક તેના ફેવરિટ સ્ટાર રામ ચરણને મળવા માંગતો હતો અને અભિનેતા તેની ઈચ્છા પૂરી કરવા હોસ્પિટલ પહોંચ્યો હતો.
સોશિયલ મીડિયા પર રામ ચરણની તસવીરો વાયરલ
હવે આ નાનકડા ફેન સાથે સુપરસ્ટાર રામ ચરણની આ તસવીરો લોકોને ખૂબ જ ભાવુક કરી રહી છે. રામ ચરણ ન માત્ર તેના ફેન્સને મળ્યા પરંતુ તેની સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવ્યો. આ દરમિયાન રામ ચરણ બાળકોના માતા-પિતાને પણ મળ્યા અને તેમની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. સોશિયલ મીડિયા પર રામ ચરણની આ તસવીરો પર લોકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
12 વર્ષ બાદ થવા જઈ રહ્યો છે બે ‘બાહુબલી’નો મહાસંયોગ, આ રાશિના જાતકોને જલસો તો આ રાશિની પથારી ફરી જશે
‘મેક અ વિશ’ ફાઉન્ડેશને બાળકની આ ઈચ્છા પૂરી કરવામાં મદદ કરી અને પછી રામ ચરણનો સંપર્ક કરવામાં આવ્યો. આ દિવસોમાં રામ ચરણના ચાહકો ક્લાઉડ નવ પર છે. એસએસ રાજામૌલીના ‘RRR’નું ગીત ‘નાતુ નાતુ’ ઓસ્કાર 2023 નોમિનેશનમાં સામેલ કરવામાં આવ્યું છે. તેના ચાહકો આજ સુધી ઉજવણીના મોડમાં ડૂબેલા છે.