કપૂર પરિવારના પુત્ર અને બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને કોઈ ઓળખની જરૂર નથી. સ્ટાર કિડ હોવા છતાં તેણે ક્યારેય તેનો કોઈ ફાયદો ઉઠાવ્યો નથી. પોતાની એક્ટિંગ કરિયરમાં સંઘર્ષ કરીને તેણે આજે એવું સ્થાન હાંસલ કર્યું છે કે તેના ફેન ફોલોઈંગનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ, શું જાણો છો કે ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂર પાસે કેટલી સંપત્તિ છે.
આ ઉપરાંત તેને ભવ્ય વસ્તુઓનો કેટલો શોખ છે. બોલિવૂડના બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા રણબીર કપૂર એક ફિલ્મી ખાનદાનમાંથી આવે છે, કારણ કે, નીતુ અને રીષિ કપૂર બન્નેનું એ સંતાન છે. તેણે પોતાની મહેનત અને સમર્પણ દ્વારા સંપત્તિ કમાઈ છે. તેને લક્ઝરી લાઈફનો શોખ છે. તે જ્યાં રહે છે તે ઘરની કિંમત અને તેની મોંઘી કાર કલેક્શનની કિંમત જાણીને પણ ચોંકી જશો. રણબીર કપૂરની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ 345 કરોડ રૂપિયા છે.
આ સિવાય તેણે એક ઘર લીઝ પર લીધું છે જેની કિંમત 45 લાખ રૂપિયા છે. એટલું જ નહીં, સંજુ એક્ટર તેની ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. તેમની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયાથી વધુ છે. મુંબઈના પાલી હિલ્સમાં રહેતા રણબીર કપૂરના ઘરની કિંમત 25થી 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ દિવસોમાં અભિનેતા તેની આગામી ફિલ્મ એનિમલના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ટ્રેલરમાં રણબીરનો વિકરાળ લુક તેના ફેન્સને ખૂબ જ ઉત્તેજિત કરી રહ્યો છે. હવે ફિલ્મ રિલીઝ થવામાં વધુ સમય બચ્યો નથી. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. વાત રણબીરની કરવામાં આવે તો રણબીરને માત્ર કાર જ નહીં ઘડિયાળનો પણ એટલો શોખ છે. તે દર વખતે જુદી જુદી ઘડિયાળ પહેરીને પાર્ટીમાં જોવા મળે છે. પણ સૌથી સારો લૂક એનો ફિલ્મ તુ જુઠ્ઠી મે મક્કારમાં જોવા મળ્યો છે. જોકે, આ ફિલ્મે પણ કરોડો રૂપિયાની કમાણી કરી હતી.