Entertainment News: સાઉથની સુંદરી રશ્મિકા મંદાના હાલના દિવસોમાં ફિલ્મ એનિમલને લઇને ઘણી ચર્ચામાં છે. રશ્મિકા તેની એક્ટિંગની સાથે-સાથે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એવા સમાચાર સામે આવ્યા છે કે, રશ્મિકા જલ્દી જ સાઉથ એક્ટર વીજય દેવરકોંડા સાથે સગાઇ કરવા જઇ રહી છે.
ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા
વીજય અને રશ્મિકા સાઉથ ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. ત્યારબાદ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ફેબ્રુઆરીમાં થઇ શકે સગાઇ
મીડિયા રિપોર્ટ અનુસાર જલ્દી જ રશ્મિકા અને વીજય લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સગાઇ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં થશે. જો કે, આ સમાચાર કેટલા સાચા છે એ તો સમય આવ્યે જ ખબર પડશે.
પુષ્પા-2માં કામ કરી રહી છે રશ્મિકા
રશ્મિકા મંદાનાની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં ફિલ્મ પુષ્પા -2માં કામ કરી રહી છે… જેમાં અલ્લુ અર્જુન લીડ રૉલમાં છે. આ સિવાય તે રેમ્બૉ નામની તેલુગુ ફિલ્મનો પણ પાર્ટ છે.