Bollywood News:યુટ્યુબર એલ્વિશ યાદવે હાલમાં દેશ વિદેશમાં પોતાના વાદ વિવાદને કારણે ચર્ચાઈ રહ્યો છે. ત્યારે હવે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપોથી ઘેરાયેલા યુટ્યુબર એલ્વિશ યાદવે હવે પીપલ ફોર એનિમલ્સ (PFA) સંસ્થાના સભ્યો પર છેડતીનો આરોપ લગાવ્યો છે.
શનિવારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા 13 મિનિટ 34 સેકન્ડના વિડિયોમાં એલવિશે રેવ પાર્ટીથી લઈને સાપના ઝેર પર એફએસએલ રિપોર્ટ સુધીની ઘણી ચોંકાવનારી વાતો પોતાના ફેન્સને કહી છે.
વીડિયોમાં એલવીશે કહ્યું કે તેની સામે કેસ દાખલ કરનાર ગૌરવ ગુપ્તા પીએફએનો સભ્ય છે. સંબંધિત સંસ્થાના સભ્યોનું કામ પ્રખ્યાત લોકો સામે બિનજરૂરી આરોપો અને છેડતી કરવાનું છે.
વીડિયોમાં એલવીશે જણાવ્યું કે નોઈડામાં રેવ પાર્ટી સમયે તે મુંબઈમાં હતો. તેને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. પહેલા સાબિત કરવું જોઈએ કે તે રેવ પાર્ટીમાં હતો. સાપને રસ્તા પરથી પકડ્યો અને આરોપ લગાવ્યો કે હું નોઈડામાં રેવ પાર્ટીમાં હતો. જો મારા પરના આરોપો સાબિત થશે તો હું નગ્ન થઈને ડાન્સ કરીશ.
વીડિયોમાં આઠથી દસ લોકો રૂમમાં એકસાથે બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં એલ્વિશ યાદવે કહ્યું કે આ મામલે ફરી સમાચાર વહેતા કરવામાં આવી રહ્યા છે કે લેબમાં સાપના ઝેરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો તમે લેબમાં સાપના ઝેરનું પરીક્ષણ કરાવશો તો તમને માત્ર સાપનું ઝેર જ જોવા મળશે.
એલવીશે કહ્યું કે પરિવારના સભ્યો કહેતા હતા કે આ મામલે વધુ ન બોલ, પરંતુ હવે હું બોલીશ. પોલીસને કોઈ સમસ્યા નથી, પરંતુ ખોટા આરોપોથી સમસ્યા છે. આ બાબતે ડીસીપી વિદ્યા સાગર મિશ્રાએ કહ્યું કે તથ્યોના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે 100 થી વધુ લોકોએ આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે અને તેના પર તેમની કોમેન્ટ પણ આપી છે.
કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા
સંસ્થા માનહાનિની કાર્યવાહી કરશે
PFA સંસ્થાના અધિકારી સૌરભ ગુપ્તાએ જણાવ્યું કે PFA સંસ્થા પ્રાણીઓ અને તેમના અધિકારો માટે કામ કરી રહી છે. એલ્વિશ યાદવ દ્વારા જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેના પુરાવા પણ આપવા જોઈએ. PFA સંસ્થા એલ્વિશ યાદવ સામે માનહાનિની કાર્યવાહી કરશે.