Raveena Tandon On The Kapil Sharma Show: આ અઠવાડિયે કપિલ શર્માના કોમેડી શો ધ કપિલ શર્મા શો પર રવીના ટંડન, ગુનીત મોંગા અને સુધી મુર્તી મહેમાન બનીને આવશે. શોના ટેલિકાસ્ટ પહેલાં જ તેનો પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો છે. પ્રોમાં તમામ પોતાના કિસ્સા શેયર કરતાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રવીના ટંડન કપીલ શર્માનો કિસ કરી લે છે, જેનો વીડિયો વાયરલ થઈ ગયો છે.
હકીકતમાં રવીના ટંડન શોમાં અંદાજ અપના અપના ફિલ્મ વખતનો એક બનાવ શેયર કરી રહી હતી. તે કહે છે, ‘ અંદાજ અપના અપનામાં મારા ઘુંઘરાળા વાળ હતા, મેં પછી વિચાર્યું કે, કેમ બનાવ્યા આવા વાળ, આ બધી બાબતો પાછળથી વિચારીએ છીયે કે, યાર સારું કરી શકતા હતા.’
રવીના ટંડનની આ વાત પર કપિલ શર્મા કહે છે, ‘દરેકને લાગે છે કે, યાર પોતાના જૂના ફોટોગ્રાફ જૂઓ ને, ભલે કોઈ પણ જૂએ.’ તે પછી રવીના ટંડન કહે છે કે, ‘તમે તો હજુ પણ ફોટો જોઈને આમ જ કહેતા હશો, નહીં?’કપિલની મજાક ઉડાવતાં જ તે ઉભી થઈને તેને કિસ કરી લે છે.
કિસ મળ્યા પછી કપિલ શર્મા ફરી મજાકના અંદાજમાં આવી જાય છે. તે કહે છે કે, જો આવું અપમાન કરવાથી આ બધુ મળે છે તો વધુ એક બે વખત અપમાન કરી નાખો. આપને જણાવી દઇએ કે ધ કપિલ શર્મા શો પર દર અઠવાડિયે કોઈને કોઈ મોટી સેલિબ્રિટી પહોંચી રહી છે. આ વખતે રવીના ટંડન શોમાં ચાર ચાંદ લગાવતી જોવા મળી રહી છે. શો ઘણો સારો થવાનો છે કારણ કે, રવીના ટંડન તેમાં પહોંચી છે. તેનો પ્રોમો પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.