બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારોહ બુધવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો, જેમાં રવિના ટંડનને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે.
#WATCH | Actor Raveena Tandon receives the Padma Shri from President Droupadi Murmu pic.twitter.com/9BaFYP3TZi
— ANI (@ANI) April 5, 2023
વિડિયો સામે આવ્યો
ન્યૂઝ એજન્સી ANIએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અભિનેત્રી રવીના ટંડનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રવિના ટંડન સાડી પહેરીને ટ્રેડિશનલ લુકમાં પહોંચી છે. આ એવોર્ડ અભિનેત્રીને ભારતીય સિનેમામાં તેના યોગદાન અને તેના સખાવતી કાર્યો માટે આપવામાં આવ્યો છે.
રવિના ટંડન ત્રણ દાયકાથી ફિલ્મોમાં સક્રિય છે
રવિના ટંડન છેલ્લા ત્રણ દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેણે અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રવીનાની ‘મોહરા’, ‘દિલવાલે’, ‘અંદાઝ અપના અપના’ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તેની ‘સત્તા’ અને ‘દમન’ જેવી ફિલ્મો ક્રિટીક્સને પસંદ આવી હતી.
મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે
અભિનેત્રી ફિલ્મો ઉપરાંત સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે. તે બાળ અધિકાર, મહિલા સશક્તિકરણ અને શિક્ષણ જેવા સામાજિક મુદ્દાઓમાં સક્રિયપણે સામેલ છે. તે ‘રવીના ટંડન ફાઉન્ડેશન’ના સ્થાપક પણ છે, જે વંચિત બાળકોને શિક્ષણ અને આરોગ્યસંભાળ પૂરી પાડવાનું કામ કરે છે.
સોના-ચાંદીના ભાવે ભૂક્કા કાઢી નાખ્યા, આજનો એક તોલાનો ભાવ સાંભળીને હાજા ગગડી જશે, ખરીદવામાં ખમી જાજો
રવિના ટંડનની ફિલ્મો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રવીના ટંડને વર્ષ 2021માં વેબ સિરીઝ અરણ્યકથી ડેબ્યૂ કર્યું છે. આ સિવાય તે યશની ફિલ્મ KGF ચેપ્ટર 2માં જોવા મળી છે. હવે રવિના ટંડન ટૂંક સમયમાં ‘ઘૂડચડી’માં જોવા મળશે, જે એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે. આમાં તે સંજય દત્ત સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.