તે ખૂબ જ સેક્સી છે…. ઋષભ પંતને લાઈન મારતી ઉર્વશી પર આવી ગયું જાડેજાનું દિલ! જાણો કેવી કેવી વાત કહી દીધી

Lok Patrika Desk
By Lok Patrika Desk
urvarshi
Share this Article

રિષભ પંતનું નામ દરરોજ ઉર્વશી રૌતેલા સાથે જોડાય છે. પરંતુ આ સમયે ઉર્વશી કોઈ અન્યના નિવેદનને કારણે ચર્ચામાં છે જેમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે તેને બોલિવૂડની સૌથી સેક્સી અભિનેત્રીઓની યાદીમાં સામેલ કરી છે.

ખેલાડીનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યું છે. હા, ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઉર્વશી રૌતેલાને બોલિવૂડની સૌથી સેક્સી અભિનેત્રી ગણાવી છે.

urvarshi

રવિન્દ્ર જાડેજાએ ઉર્વશી વિશે આપ્યું મોટું નિવેદન

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી ચાહકોમાં તેના બબલી લુક અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. ઉર્વશીના વીડિયો અને સ્ટનિંગ ફોટોઝ સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. બીજી તરફ, રૌતેલા માત્ર તેના ફોટા માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ ભારે ચર્ચામાં રહે છે. તેનું નામ ઘણીવાર ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાય છે. ઘણી વખત તે સ્ટેડિયમમાં રિષભ પંતની મેચ જોતી વખતે જોવા મળી હતી.

જેના કારણે તેને ટ્રોલિંગનો શિકાર પણ બનવું પડે છે. આ દરમિયાન ભારતીય ટીમના ક્રિકેટર જાડેજાએ તેને સૌથી સેક્સી અભિનેત્રી ગણાવી છે. જાડેજાના આ નિવેદન બાદ ચાહકો તેની સાથે ક્રિકેટરનું નામ જોડવા લાગ્યા છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે રવીન્દ્ર જાડેજાને પૂછવામાં આવ્યું કે, ‘તેને સૌથી સેક્સી અભિનેત્રી કોણ લાગે છે’ તો તેણે જવાબમાં ઉર્વશી રૌતેલાનું નામ લીધું હતું.

કંઈક નવા-જૂનીના મોટાપાયે એંધાણ: અચાનક ગૌતમ અદાણી મુંબઈમાં શરદ પવારના ઘરે મળ્યા, હિંડનબર્ગ વિવાદ પર મળ્યું હતું સમર્થન

મારો કોઈ આકા નથી, હું પોતે એક ડોન છું… અતીકના આરોપીએ કહ્યું- અમે કટ્ટર હિન્દુવાદી છીએ, માફિયાઓને મારીને પૈસા…

Oyo રૂમમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો નથી જ જતી…. મહિલા આયોગના ચેરપર્સનનું વિવાદાસ્પદ નિવેદન

આ ફિલ્મોમાં ઉર્વશી રૌતેલા જોવા મળશે

ઉર્વશી રૌતેલાના કામોની વાત કરીએ તો તે બહુ જલ્દી હોલીવુડની ફિલ્મોમાં કામ કરતી જોવા મળી શકે છે. થોડા મહિના પછી, તે મિશેલ મોરોન સાથે એક ફિલ્મમાં જોવા મળશે. બીજી તરફ જો તેની બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ ઈન્સ્પેક્ટર અવિનાશમાં જોવા મળશે. તે જ સમયે, ઉર્વશી ફિલ્મ બ્લેક રોઝમાં પણ જોવા મળશે, જે એક થ્રિલર ફિલ્મ છે. આ સિવાય તે તિરુત્તુ પાયલ 2ની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે.


Share this Article