નિર્દેશક એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ RRRમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા રે સ્ટીવનસનનું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. ત્રણ દિવસ પછી 25 મેના રોજ તેઓ તેમનો 59મો જન્મદિવસ ઉજવવાના હતા. અહેવાલો અનુસાર, રેની પીઆર એજન્સી ઈન્ડિપેન્ડન્ટ ટેલેન્ટે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. જોકે, તેણે આ અંગે કોઈ વિગતો શેર કરી નથી.
આરઆરઆરમાં વિલનની ભૂમિકા ભજવી હતી
રે સ્ટીવનસને વૈશ્વિક હિટ ફિલ્મ RRR માં વિલન સ્કોટ બક્સટનની ભૂમિકા ભજવી હતી. તેણે પોતાની ભૂમિકા જબરદસ્ત રીતે ભજવી અને દુનિયાભરના દર્શકોના દિલ જીતી લીધા. આરઆરઆર સિવાય તેણે માર્વેલની ફિલ્મ ‘થોર’માં કામ કર્યું હતું. તાજેતરમાં રે સ્ટીવનસન ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘1242: ગેટવે ટુ ધ વેસ્ટ’માં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે ડિઝની પ્લસ હોટસ્ટારની શ્રેણી અહસોકાનો ભાગ બનવા જઈ રહ્યો હતો.
કેવી રીતે શરૂ થઈ ફિલ્મી સફર?
અભિનેતા રે સ્ટીવનસનનો જન્મ 25 મે 1964ના રોજ ઉત્તર આયરલેન્ડના લિસ્બર્નમાં થયો હતો. તેણે 1990 ના દાયકાની શરૂઆતમાં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી તે યુરોપિયન ટીવી સિરીઝ અને ફિલ્મોમાં દેખાતો હતો. તેનો પહેલો મોટો બ્રેક 1998માં આવેલી ફિલ્મ ‘ધ થિયરી ઓફ ફ્લાઇટ’માં હતો. ત્યારબાદ તે ‘કિંગ આર્થર’ (2004), ‘પનિશરઃ વોર ઝોન’ (2008), ‘ધ બુક ઓફ એલી’ (2010) અને ‘ધ અધર ગાય’ (2010) જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
બ્રિજરટન અભિનેત્રી સાથે લગ્ન કર્યા
1997 માં, રે સ્ટીવનસને અંગ્રેજી અભિનેત્રી રૂથ ગેમેલ સાથે લગ્ન કર્યા. રૂથ તેના નેટફ્લિક્સ શો બ્રિજરટન માટે જાણીતી છે. રૂથ અને રેની મુલાકાત ફિલ્મ ‘બેન્ડ ઓફ ગોલ્ડ’ના સેટ પર થઈ હતી. બાદમાં ફિલ્મ ‘પીક પ્રેક્ટિસ’માં તેઓએ પરિણીત યુગલની ભૂમિકા ભજવી હતી. આ લગ્ન આઠ વર્ષ સુધી ચાલ્યા. વર્ષ 2005માં આ કપલના છૂટાછેડા થઈ ગયા.
Joint Family: આ પરિવાર એટલો મોટો કે તાલુકો બની જાય, 184 લોકો, 25 કિલો શાકભાજી, 25 કિલો લોટની રોટલી…
ટોચના ટીવી શોમાં દેખાયા
ફિલ્મોની સાથે, રે સ્ટીવનસને ટીવી અને થિયેટરમાં પણ કામ કર્યું હતું. તે ટીવી શ્રેણી ‘વાઇકિંગ્સ’ અને ‘સ્ટાર વોર્સ’માં જોવા મળ્યો હતો. આ સિવાય તે ‘મેડિસી’, ‘મર્ફીઝ લો’, ‘રોમ’, ‘ડેક્સ્ટર’ અને ‘ક્રોસિંગ લાઇન્સ’માં પણ જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતા મૃત્યુ પહેલા ઇટાલીના ઇસ્ચિયામાં ફિલ્મ કેસિનોનું શૂટિંગ કરી રહ્યો હતો.