Ameesha Patel Love Affair: અભિનેત્રી અમીષા પટેલ ટૂંક સમયમાં ફિલ્મ ‘ગદર 2’માં જોવા મળશે. ફિલ્મ ‘ગદર’ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી, આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેના સમયની સુપરહિટ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં અમીષા પટેલ ‘સકીના’ના રોલમાં જોવા મળી હતી. જો કે, આજે અમે અમીષા પટેલના અંગત જીવનમાં એક એવી ઘટના વિશે વાત કરીશું, જેના કારણે તેણીને કરિયરમાં ઘણું સહન કરવું પડ્યું. તમને જણાવી દઈએ કે કેટલીક પસંદગીની ફિલ્મો સિવાય અમીષા પટેલનું કરિયર કંઈ ખાસ નહોતું.
તો શું અફેરને કારણે કરિયર બરબાદ થઈ ગઈ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમીષા પટેલની કારકિર્દી તેના એક ફેમસ અફેરને કારણે બરબાદ થઈ ગઈ હતી. અમીષા પટેલનું એક સમયે ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ સાથે ફેમસ અફેર હતું. એવું કહેવાય છે કે તે બંને આખા 5 વર્ષ સુધી ગંભીર અફેરમાં હતા અને 2008માં વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ 1920ની આસપાસ તેમનું બ્રેકઅપ થયું હતું. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વિક્રમ ભટ્ટ સાથેના અફેરને કારણે અમીષાની કરિયર બરબાદ થઈ ગઈ હતી.
અમીષા પટેલે પોતે આ કડવું સત્ય સ્વીકાર્યું
અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આ ઈન્ડસ્ટ્રીમાં વધુ ઈમાનદાર રહેવું યોગ્ય નથી, હું જરૂર કરતાં વધુ ઈમાનદાર હતી અને મારા દિમાગથી નહીં પણ દિલથી વિચારતી હતી, મારા બે સંબંધો જે સાર્વજનિક થઈ ગયા હતા. મારી કારકિર્દી પર ખરાબ અસર થઈ.’
મારી મા અને બહેન વિશે… ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા મોટા મોટા રહસ્યો ખોલ્યા!
નાનકડા બ્રેક બાદ ફરીથી આ તારીખે ગુજરાતનો વારો, વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમિષા કહે છે, ‘આ જ કારણ છે કે 12-13 વર્ષથી મારી લાઈફમાં કોઈ પુરુષ નથી, માત્ર શાંતિ જ છે, મારે જીવનમાં બીજું કંઈ જોઈતું નથી’. અમીષાએ એમ પણ કહ્યું કે, ‘જો તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિંગલ હોવાનો દરજ્જો જાળવી રાખશો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.’