લોકડાઉન સમયે ગરીબ લોકોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ માટે લોકોને જે માન સન્માન અને પ્રેમ જાગ્યો છે તે હજી પણ યથાવત છે. સોનુ સૂદને મોટા પડદા પર જાેતા જ તેમના ફેન્સ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. સોનુ સૂદને ફિલ્મ ‘આચાર્ય’માં જાેતા જ ફેન્સ પોતાના ભાવનાઓને કંટ્રોલ ન કરી શક્યા અને હોલમાં નોટોનો વરસાદ શરૂ કરી દીધો.
સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી અને રામ ચરણની ફિલ્મ ‘આચાર્ય’માં સોનુ સૂદ શાનદાર એક્ટિંગ કરતો જાેવા મળી રહ્યો છે. એક્ટરે ટિ્વવટર પર ફેન્સનો આભાર પ્રગટ કરવા એક વીડિયો શેર કર્યો છે. તેમા અભિનેતાએ લખ્યું કે, તેમને લાગે છે કે, તે આ રીતના પ્રેમ માટે લાયક નથી, પરંતુ તેઓ માને છે કે, આ તેમને વધુ સારુ કામ કરવા માટે પ્રેરિત કરે છે.વીડિયોની શરુઆત એક થિયેટરમાં ‘આચાર્ય’ની સ્ક્રીનિંગની એક ક્લિપથી થઈ, જેમા સોનુ સૂદની એન્ટ્રી પર એક્સાઈમેન્ટ જાહેર કરવાની સાથે સાથે નોટ હવામાં ઉડાવ્યા હતા. સોનુ આ ફિલ્મમાં બસવા વિલનનો રોલ નિભાવ્યો છે.
વીડિયામાં નોટોના વરસાદમાં સ્કીન કવર નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર સોનુની આ દિવાનગી ખુબ વાઈરલ થઈ રહી છે. વીડિયોની બીજી ક્લિપમાં ફેન્સ સોનુના એક મોટા કટ આઉટ સામે ઢોલ વગાડતા જાેવા મળી રહ્યા છે. તેમણે સોનુના કટઆઉટને એક મોટી માળા પહેરાવી અને તેમના માથા પર તિલક કરતા પહેલા તેમના પર દૂધનો અભિષેક કર્યો. તેમણે ફટાકડા ફોડતા પહેલા સોનુના કટઆઉટની આરતી પણ ઉતારી.