Viral News: કોઈપણ પિતા માટે તેની પુત્રીના લગ્ન તેના જીવનની સૌથી મોટી ઘટના હોય છે. ભારતમાં દીકરીનો જન્મ થતાં જ પિતા બચત કરવાનું શરૂ કરી દે છે. દરેક પિતાનું સપનું હોય છે કે તે પોતાની દીકરીના ધામધૂમથી લગ્ન કરાવે. પહેલા લોકો સગા-સંબંધીઓ દ્વારા લગ્ન સંબંધ બાંધતા હતા. આ પછી મેટ્રિમોનિયલ સાઇટ્સનો યુગ આવ્યો, જ્યાં લોકો તેમની પસંદગી મુજબ વર શોધતા હતા. પરંતુ તાજેતરમાં જ લગ્ન માટે વર શોધવાની એક નવી રીત સામે આવી છે.
સમય સાથે, લોકોના જીવનમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આ કારણે હવે સોશિયલ મીડિયા પર એક ગ્રુપ પણ એક્ટિવ થઈ ગયું છે, જેણે છોકરીઓના લગ્ન માટે પાર્ટનર શોધવાનું શરૂ કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ પર આવા ઘણા એકાઉન્ટ છે, જેના પર અપરિણીત છોકરીઓ પોતાના માટે વર શોધતી જોવા મળે છે. આવા જ એક એકાઉન્ટ પર એક પિતાએ પોતાની દીકરી માટે વરની શોધ કરી છે.
View this post on Instagram
વરરાજાને આ સુવિધા મળશે
વાયરલ થઈ રહેલો વીડિયો હરિયાણાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં પિતા અને તેની પુત્રી પણ જોવા મળી રહ્યા છે. તે વ્યક્તિએ કહ્યું કે તેને એક અઠવાડિયામાં તેની દીકરીના લગ્ન કરાવવાના છે. જે પણ તેની પુત્રી સાથે લગ્ન કરશે, તે તેને એક ખાલી ચેક આપવામાં આવશે, જેના પર વરરાજા મજ્જા આવે એટલી રકમ લખી શકશે. માહિતી આપતી વખતે વીડિયો બનાવનાર વ્યક્તિએ જણાવ્યું કે તે વ્યક્તિ ભંગારનો ધંધો કરે છે. એની પાસે પૈસાની કોઈ કમી નથી. જે પણ તેની પુત્રી સાથે લગ્ન કરશે તેને મોટી રકમ આપવામાં આવશે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આવા ઘણા કિસ્સા જોવા મળી રહ્યા છે. આમાં લોકો પોતાની દીકરી માટે તો કોઈ પત્ની માટે વર શોધતા જોવા મળે છે. તેના બદલામાં અઢળક પૈસા અને મિલકત આપવામાં આવશે તેમ કહેવાય છે. જો કે, આમાંના મોટાભાગના કેસ નકલી છે. લોકો વધુમાં વધુ લાઈક્સ મેળવવા માટે આવા વીડિયો બનાવે છે અને શેર કરે છે. આ પિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ ઘણા છોકરાઓ કોમેન્ટમાં લગ્નના પ્રસ્તાવ સાથે આવ્યા. એકે લખ્યું હતું કે તેનો અભ્યાસ મે મહિનામાં પૂરો થશે. શું આપણે ત્યાં સુધી રાહ જોઈ શકીએ?