બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેન હિન્દી સિવાય બંગાળી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં જોવા મળી છે. 42 વર્ષની ઉંમરમાં પણ તેની સુંદરતા બરકરાર છે અને તેની ફિટનેસ જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી. રિયાને પહેલીવાર મોડલ તરીકે ઓળખવામાં આવી હતી જ્યારે તે 1998માં 17 વર્ષની ઉંમરે ફાલ્ગુની પાઠકના મ્યુઝિક વિડિયો ‘યાદ પિયા કી આને લગી’માં જોવા મળી હતી. ત્યારથી, તે ઘણી ફિલ્મો, મ્યુઝિક વીડિયો અને ફેશન શોમાં જોવા મળી છે.
રીના સેન રાજવી પરિવારમાંથી આવે છે. તેમના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારમાંથી છે. તે કૂચ બિહારની રાજકુમારી ઇલા દેવીના પુત્ર અને જયપુરની મહારાણી ગાયત્રી દેવીના ભત્રીજા હતા. રીનાની માતા મૂન મૂન સેન અને દાદી સુચિત્રા સેન પીઢ અભિનેત્રી હતી. રિયાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત જ્યારે તે 5 વર્ષની હતી ત્યારે તેણે સ્ક્રીન પર તેની માતાની પુત્રીની ભૂમિકા ભજવી હતી.
બાદમાં 1991માં તેણે વિષકન્યા ફિલ્મમાં બાળ અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. તેણીએ 2001માં એન ચંદ્રા દ્વારા નિર્દેશિત લો-બજેટ કોમેડી ફિલ્મ સ્ટાઈલમાં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો હતો. આ પછી, તેણે ઘણી વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ‘ઝંકાર બીટ્સ’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘કયામત’ અને ‘અપના સપના મની મની’ જેવી ફિલ્મોના નામ સામેલ છે.
આ દરમિયાન રિયાના અફેર પણ ચર્ચામાં રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય ખન્નાથી લઈને લેખક સલમાન રશ્દી સુધી તેના અફેર હતા. જો કે રશ્દી અને રિયાએ ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી ન હતી, પરંતુ થોડા સમય પછી તેમના રસ્તા પણ અલગ થઈ ગયા. રિપોર્ટ્સનું માનીએ તો રિયાનું નામ પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીસંત સાથે પણ જોડાયું હતું.
વર્ષ 2005ની વાત છે, જ્યારે રિયા અને એક્ટર અશ્મિત પટેલ વચ્ચે અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. આ દરમિયાન બંનેનો એક MMM લીક થયો હતો, જેના પછી ઘણા વિવાદો થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે કેટલાક લોકોએ અભિનેત્રી પર આરોપ લગાવ્યો હતો કે રિયાએ ધ્યાન ખેંચવા માટે જાણી જોઈને તેનો MMM લીક કર્યો હતો, પરંતુ રિયા અને અશ્મિત બંનેએ આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.
ગૌતમ અદાણીનો જમ્પ તો મુકેશ અંબાણી નીચે ખાબક્યા, જાણો હવે અબજોપતિની યાદીમાં બન્ને ક્યા સ્થાન પર છે
રિયા અને અશ્મિતનું એમએમએમ નકલી હતું, પરંતુ તે લીક થતાં જ અભિનેત્રીનું કરિયર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું અને રિયાને બોલિવૂડથી દૂર રહેવાની ફરજ પડી હતી, તેમ છતાં રિયાએ અભિનય કરવાનું બંધ કર્યું ન હતું, અને આજે પણ તે અન્ય ફિલ્મોમાં કામ કરી રહી છે. વર્ષ 2017માં રિયા સેને તેના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા હતા.