બોલિવુડ એક્ટર સલમાન ખાનને બાળકો પ્રત્યે કેટલો પ્રેમ છે એ વાત તો જગજાહેર છે. ભાણિયાઓ આયત અને આહિલ સલમાનના કાળજાના કટકા છે. ફક્ત આયત અને આહિલ જ નહીં સલમાન ખાન પોતાના બધા જ ભાણિયાઓ અને ભત્રીજાઓને એટલો પ્રેમ કરે છે. દબંગ સ્ટાર સલમાન ખાને પોતે પણ એકવાર પિતા બનવાનો વિચાર કર્યો હતો. જાે તમને યાદ હોય તો કોરોના કાળ પહેલા અહેવાલો આવ્યા હતા કે, સલમાન ખાન સરોગસી દ્વારા પિતા બનવાનો ર્નિણય કરી ચૂક્યો છે. આ વાતને હવે ૨-૩ વર્ષ થઈ ગયા છે ત્યારે સલમાને પોતે જ આ મુદ્દે વાત કરી છે.
હાલમાં જ ટીવી શો આપ કી અદાલતમાં સલમાન ખાને લગ્ન અને બાળક લાવવાના વિચાર અંગે વાત કરી હતી. લગ્નના પ્લાનિંગ વિશે પૂછવામાં આવતાં એક્ટરે કહ્યું, લગ્નનું પ્લાનિંગ હતું પરંતુ તે પુત્રવધૂ લાવવા નહીં પણ બાળક માટે હતું. પરંતુ ભારતીય કાયદા પ્રમાણે તે શક્ય નથી. હવે અમે જાેઈશું કે કેવી રીતે શું કરવું. સલમાન ખાને એકવાર કરણ જાેહરને લગ્ન વિશે સવાલ કર્યો હતો પરંતુ આજે તે બે બાળકોનો પિતા છે. આ દિવસ વિશે સલમાનને પૂછવામાં આવતાં તેણે કહ્યું, “હું પણ એ જ પ્રયાસમાં હતો. પરંતુ હવે કદાચ કાયદો બદલાઈ ગયો છે એટલે જાેઈએ. મને બાળકો ખૂબ ગમે છે. અમારી પાસે આખો જિલ્લો, આખું ગામ છે પરંતુ મારા બાળકની મા મારી પત્ની હશે. અહીં ઉલ્લેખનીય છે કે, ફિલ્મમેકર કરણ જાેહર બે બાળકોનો પિતા છે. સરોગસી દ્વારા તે દીકરી રૂહી અને દીકરા યશનો પિતા બન્યો છે. આ દરમિયાન એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં સલમાન ખાને પહેલીવાર કાળિયાર શિકાર કેસ વિશે મૌન તોડ્યું છે.
અંબાલાલ પટેલની ઘાતક આગાહીથી આખું રાજ્ય ફફડી ગયું, 8 મેના રોજ ગુજરાતમાં આવશે ખતરનાક આંધી
કાળિયાર શિકાર કેસના કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન ખાનને છેલ્લા થોડા મહિનાઓમાં જાનથી મારી નાખવાની કેટલીય ધમકી મળી ચૂકી છે. 1998ના આ કેસ વિશે વાત કરતાં સલમાન ખાને કહ્યું કે, તેને ન્યાયપાલિકામાં વિશ્વાસ છે અને ન્યાયાધીશોનો જે ર્નિણય હશે તેને તે સ્વીકારી લેશે. સલમાને એ પણ કહ્યું કે, તેને ખરેખર નથી ખબર કે આ કેસમાં ચુકાદો શું આવશે. 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને જાેધપુર નજીક કાળિયારનો શિકાર કર્યો હોવાનો આક્ષેપ છે. બિશ્નોઈ સમાજ દ્વારા સલમાન ખાન સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બિશ્નોઈ સમુદાયનું માનવું છે કે, કાળિયાર તેમના દેવતા ભગવાન જાંબેશ્વરનો પુર્નાવતાર છે. આ કેસમાં એ જ વર્ષ સલમાન ખાનની ધરપકડ થઈ હતી પરંતુ તે જામીન પર છૂટી ગયો હતો. જુલાઈ ૨૦૧૬માં રાજસ્થાન હાઈકોર્ટે પુરાવાના અભાવે સલમાન ખાનને છોડી દીધો હતો. જાેકે, બાદમાં રાજસ્થાન સરકારે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.