Bollywood News: બોલિવૂડ એક્ટર સલમાન ખાન તેની દમદાર એક્ટિંગને કારણે ઘણો પસંદ કરવામાં આવે છે. અભિનેતાએ અત્યાર સુધી ઘણી સુપરહિટ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં અભિનેતા તેની ફિલ્મ ‘સિકંદર’ માટે ચર્ચામાં છે. ફિલ્મની ઘોષણા બાદથી ચાહકોમાં ઉત્તેજનાનું સ્તર ખૂબ જ વધી ગયું છે. આ ફિલ્મની વાર્તા જાણવા ચાહકો આતુર છે. પોતાની ફિલ્મો વિશે અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોઈ પણ નવો પ્રોજેક્ટ સાઇન કરતા પહેલા તે તેના પિતા સલીમ ખાનની પરવાનગી લે છે.
ફિલ્મ માટે આ વ્યક્તિ પાસેથી પરવાનગી લે છે
એક ઈન્ટરવ્યુમાં જ્યારે અભિનેતાને તેની ફિલ્મ સ્ટોરી સિલેક્શન વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેના જવાબમાં અભિનેતાએ કહ્યું- ‘મારા કરિયરની શરૂઆતથી લઈને અત્યાર સુધી હું મારા કોઈપણ પ્રોજેક્ટને સાઈન કરતા પહેલા મારા પિતાની પરવાનગી લઉં છું. એવું ક્યારેય બન્યું નથી કે જ્યારે મેં કોઈ ફિલ્મ સાઈન કરી હોય અને તેની સ્ટોરી પ્લોટિંગ વિશે તેમને જણાવ્યું ન હોય.
આ સિવાય અભિનેતાએ કહ્યું, ‘અમે પોતે પણ તે ફિલ્મો પાપા પાસે લઈ જઈએ છીએ જે સાંભળીને તે હા કહેશે’. અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ ઈદ પર અભિનેતાએ ચાહકોને તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ વિશે જણાવ્યું હતું. એ. આર. મુરુગાદોસની આ ફિલ્મ સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. એ. આર. મુરુગદોસે 2008માં આમિર ખાનની ફિલ્મ ગજનીથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો અભિનેતાના મુંબઈ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બે અજાણ્યા બાઇક સવાર લોકોએ ગોળીબાર કર્યો હતો. જે બાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હુમલાના સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.