મનોરંજન જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે બાદ વધુ એક લોકપ્રિય સ્ટારે કથિત રીતે આત્મહત્યા કરી છે. કન્નડ સ્ટાર સંપત જે. રામનું 35 વર્ષની વયે અવસાન થયું. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતાએ નેલમંગલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. સંપતના અવસાનના સમાચારથી સમગ્ર કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સંપત જે રામ કેટલાક સમયથી કામ ન મળવાને કારણે પરેશાન હતા. જેના કારણે તણાવમાં આવીને તેણે આપઘાતનું પગલું ભર્યું હતું. જો કે આ મામલે અભિનેતાના પરિવાર અને મિત્રો તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
હાલમાં અભિનેતાના મૃતદેહને કર્ણાટકના નેલમંગલાની એક ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તબીબોએ આ અંગે તપાસ કરી હતી. સંપત જે રામના અંતિમ સંસ્કાર તેમના ઘર એનઆર પુરા ખાતે કરવામાં આવશે. ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
કામ ન મળવાથી પરેશાન હતો
‘અગ્નિસાક્ષી’ ટીવી શોમાં સંપતના કો-સ્ટાર વિજય સૂર્યાએ વાતચીતમાં જણાવ્યું કે, ‘તે લાંબા સમયથી એક સારા પ્રોજેક્ટની શોધમાં હતો.’ તે જ સમયે, દિવંગત અભિનેતાના કો-સ્ટાર રાજેશ ધ્રુવે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને દુઃખ વ્યક્ત કર્યું હતું.