Sanjay Dutt Unknown Facts: તેમણે બાળપણથી જ એક્ટિંગની એબીસીડી વાંચવાની શરૂઆત કરી હતી, પરંતુ સ્ટારડમે તેમને એક એવા રસ્તે લઈ ગયા જ્યાં તેઓ વિવાદોમાં ફસાઈ ગયા. જો કે આ તમામ મુદ્દાઓ વચ્ચે ચર્ચા તેમની લવ સ્ટોરીઝને લઇને વધુ થાય છે. સંજય દત્તનો જન્મ 29 જુલાઈ 1959ના રોજ સુનીલ દત્ત અને નરગિસ દત્તના ઘરે થયો હતો. બર્થ ડે સ્પેશ્યલમાં અમે સંજય દત્તના અફેર્સ સ્ટોરીઝની વાસ્તવિકતા જણાવી રહ્યા છીએ.
શું છે 308 ગર્લફ્રેન્ડની વાસ્તવિકતા?
વર્ષ 1981માં રોકી ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સંજય દત્તે અત્યાર સુધીમાં 187થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં હીરોથી લઈને વિલન સુધીના પાત્રોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સમાં સંજય દત્તની 308 ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે હકીકત છે. વાસ્તવમાં સંજય દત્તના જીવન પર સંજૂ નામની ફિલ્મ બની છે. આ ફિલ્મમાં તેણે પોતે 308 છોકરીઓ સાથે અફેર હોવાની કબૂલાત કરી હતી.
તેને એક સાથે ત્રણ યુવતીઓ સાથે અફેર હતું.
તમને જાણીને આશ્ચર્ય થશે કે સંજય દત્તના જીવનમાં એક એવો સમયગાળો હતો જ્યારે તેનું એક સાથે ત્રણ છોકરીઓ સાથે અફેર હતું. આ વાતનો ખુલાસો ખુદ સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે એક સાથે ત્રણ છોકરીઓ સાથે રિલેશનશિપમાં છે, પરંતુ તે ક્યારેય પકડાયો નથી.
જ્યારે મેં મારી બીમાર પત્નીને મારી ગર્લફ્રેન્ડ માટે અવગણી હતી
સંજય દત્તે 1987માં રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ રિચાને બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું, જેના માટે તે અમેરિકા સારવાર માટે ગઈ હતી. તે દરમિયાન તે બોલીવૂડમાં વ્યસ્ત થઇ ગયો હતો. કહેવાય છે કે 1991માં સાજન ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય દત્ત અને માધુરી દીક્ષિત એકબીજાની ખૂબ નજીક આવ્યા હતા. જ્યારે સંજય અને માધુરીના અફેરની ખબર રિચા સુધી પહોંચી તો તે સારવાર છોડીને ભારત આવી ગઇ. એ વખતે સંજય દત્ત રિચાને રિસીવ કરવા માટે એરપોર્ટ પણ નહોતો ગયો.