બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ પઠાણના પ્રમોશનમાં વ્યસ્ત છે. બીજી તરફ તેના ગીત બેશરમ રંગને લઈને ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ ગીતમાં દીપિકા પાદુકોણના કેસરી બિકીનીના રંગને લઈને ઘણો વિવાદ થયો છે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ તેના પર સતત કોમેન્ટ આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
આ બધાની વચ્ચે શાહરૂખ ખાન ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યો હતો. અહીં અભિનેતાએ મજાકમાં પોતાની ભવિષ્યની યોજનાઓ જણાવી.
શાહરૂખ ખાન તાજેતરમાં કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 દરમિયાન હાજર હતો. તે તેની આગામી ફિલ્મ પઠાણનું પ્રમોશન કરી રહ્યો હતો.
FIFA ફાઈનલ પહેલા શાહરૂખ ખાને કહ્યું હતું કે તેણે કોરોના મહામારી દરમિયાન રસોઈ શીખી હતી અને હવે તે ઈટાલિયન ફૂડ બનાવવામાં એક્સપર્ટ બની ગયો છે.
શાહરૂખે મજાકમાં એ પણ કહ્યું કે જો તેને ક્યારેય એક્ટિંગ છોડવી પડે તો તે કયા બિઝનેસમાં નસીબ અજમાવશે. તે ઈટાલિયન ફૂડ ખૂબ સારી રીતે બનાવે છે અને તેણે આ વાત કોરોનાના સમયગાળા દરમિયાન શીખી હતી.
જો તેને ફિલ્મો સિવાય બીજું કંઈક કરવું હશે તો તે બિઝનેસ કરશે. તે પઠાણ કેટરિંગ, બાઝીગર બેકરી અને દિલ વાલે દુલ્હનિયા સ્વીટ શોપ ખોલી શકે છે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાનની એક ફિલ્મ ‘ડંકી‘ છે, જેમાં તે તાપસી પન્નુ સાથે જોવા મળશે.