Shah Rukh Khan: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો સિક્કો ફરી એકવાર ચાલવા લાગ્યો છે. તેણે ‘પઠાણ’થી કમબેક કર્યું છે. તેમની ફિલ્મની કમાણી સામે કોઈ હિન્દી ફિલ્મ ટકી શકી નથી. ‘પઠાણે’ વિશ્વભરમાં 1000 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. હવે તેના ચાહકોની નજર તેના આગામી પ્રોજેક્ટ્સ પર છે. આ દરમિયાન શાહરૂખ અકસ્માતનો શિકાર બન્યો છે.
શાહરૂખ ખાન હાલમાં જ લોસ એન્જલસમાં શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન શાહરૂખ સાથે અકસ્માત થયો હતો. જેના કારણે તેને ઈજા થઈ હતી. જોકે આ ઈજા બહુ મોટી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, શાહરૂખ ખાન પર એક નાની સર્જરી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કિંગ ખાનને તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન તેના નાક પર ઈજા થઈ હતી. જે બાદ અભિનેતાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું.
ત્યાં હાજર ટીમ તરત જ શાહરૂખ ખાનને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં ડોક્ટરે અભિનેતાની ટીમને કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી. પરંતુ નાકમાંથી વહેતું લોહી રોકવા માટે શાહરૂખ પર એક નાની સર્જરી કરવામાં આવશે. સર્જરી બાદ શાહરૂખ ખાન જ્યારે બહાર આવ્યો ત્યારે તેના નામ પર પાટો બાંધવામાં આવ્યો હતો. હવે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો છે. શાહરૂખના ચાહકો તેની આગામી ફિલ્મના અપડેટ માટે ખૂબ જ ઉત્સાહિત છે.
મારી મા અને બહેન વિશે… ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા મોટા મોટા રહસ્યો ખોલ્યા!
નાનકડા બ્રેક બાદ ફરીથી આ તારીખે ગુજરાતનો વારો, વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
માનવામાં આવે છે કે આ મહિને ‘જવાન’ની ઝલક જોવા મળી શકે છે. મેકર્સ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી શકે છે. તે જ સમયે, જવાન સિવાય શાહરૂખ પાસે ઘણા મોટા બજેટ પ્રોજેક્ટ છે. જેમાં ડંકી પણ સામેલ છે. ડંકીમાં શાહરૂખની સાથે વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ મહત્વના રોલમાં જોવા મળશે.