Bollywood News: એક્ટિંગની દુનિયામાં શાહરૂખ ખાન એક માઈલસ્ટોન ગણાય છે. એની સાથે ફિલ્મો કરવા મળે એટલે જે તે એક્ટર કે એક્ટ્રેસનો બેડોપાર થઈ જાય. જોકે, બોલિવૂડમાં હજુ પણ ઘણી એવી એક્ટ્રેસ છે જે કિંગખાન સાથે ફિલ્મો કરવા માગે છે. પણ વાવડ એવા મળ્યા છે કે, કિંગખાન હવે પોતાના જ પરિવારની એક વ્યક્તિને ફિલ્મમાં લૉંચ કરવા માટે જઈ રહ્યા છે. બિગ સ્ક્રિન પર કિંગખાનની જોડી ફરી કોઈ નવી એક્ટ્રેસ સાથે જોવા મળી શકે છે.
કિંગખાન હાલ તો પોતાની આવનારી ફિલ્મ ડંકીને લઈને ચર્ચામાં છે. ડંકી ફિલ્મનું કામ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં પાંચ મિત્રોની સ્ટોરી દેખાડવામાં આવી છે. જોકે, આ ફિલ્મને સિનેમામાં જોવા માટે ઘણો સમય લાગી શકે છે. પણ એ પહેલા એક પ્રોજેક્ટને લઈને શાહરૂખ ખાનનું નામ ચર્ચાય છે. વાવડ એવા છે કે, દીકરી સુહાના સાથે તે બિગ સ્ક્રિન પર ચમકી શકે છે. કોઈ નવી ફિલ્મ લઈને દીકરીને ડેબ્યૂ આપી શકે છે. સ્ટારકિડ આમ પણ ઘણી ફિલ્મોને લઈ ચર્ચામાં હોય છે. પણ ફિલ્મ ચાલશે કે નહીં એ દર્શકો પર નિર્ભર કરે છે.
શાહરૂખ ખાન અને સુહાનાની જોડી સ્ક્રિન પર જોવા મળે તો નવાઈ નહીં. આ પ્રોજેક્ટ ઓન ફ્લોર થઈ ચૂક્યો છે. આ ફિલ્મને સૂજોય ઘોષ ડાયરેક્ટ કરી રહ્યા છે. જોકે, આ ફિલ્મ એક્શન અને કોમેડીથી ભરપૂર હોવાનું મનાય રહ્યું છે. ફિલ્મ શેના પર છે અને તેમાં બીજા ક્યા કલાકારો છે એ અંગે ખૂબ જ સસ્પેન્સ છે. કોઈ જ મુદ્દો લીક ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
જોકે, સુહાનાએ પણ કોઈ જ રીતે કંઈ જ પોસ્ટ કર્યું નથી. આ ફિલ્મનું નામ પણ નક્કી નથી. પણ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝમાં સુહાના જોવા મળી શકે છે. જે તારીખ 7 ડિસેમ્બરના રોજ નેટફ્લિક્સ પર આવી રહી છે. ન માત્ર સુહાના પણ ખુશી કપૂર પર આ ફિલ્મમાં જોવા મળશે.
આ ઉપરાંત અમિતાભ બચ્ચનની નાતી અગસ્ત્યા નંદા પણ આ ફિલ્મમાં જોવા મળી શકે છે. ફિલ્મના વિષયને લઈને જોરશોરથી ચર્ચા છે પણ આ તમામ સેલેબ્સમાંથી કોઈએ ફિલ્મ વિશે કોઈ વાત કરી નથી. નથી એમની કોઈ પોસ્ટમાંથી એ વાત જાણવા મળતી