પિતા 3000 કરોડની પ્રોપર્ટીના માલિક, માતા છે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ, હવે 11 વર્ષના દીકરાએ બિઝનેસમેન બનીને ઈતિહાસ રચ્યો 

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Bollywood News: ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં નેપોટિઝમ વારંવાર જોવા મળે છે. બોલિવૂડમાં એ સામાન્ય વાત છે કે એક્ટર કે એક્ટ્રેસનો દીકરો કે દીકરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની જાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આવું નથી. આજે અમે તમને જે પરિવાર વિશે જણાવી રહ્યા છીએ તેની કહાની કંઈક અલગ છે.

આજે અમે તમને એક એવા સ્ટાર કિડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 11 વર્ષની ઉંમરમાં મોટો બિઝનેસમેન બની ગયો હતો, જ્યારે તેની માતા 90ના દાયકામાં બોલિવૂડમાં મોટી અભિનેત્રી હતી.

અમે વાત કરી રહ્યા છીએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની. રાજ કુન્દ્રા એક સફળ બિઝનેસમેન છે જેની કુલ સંપત્તિ 3000 કરોડ રૂપિયાની આસપાસ છે. શિલ્પા શેટ્ટી પણ બોલિવૂડની મોટી અભિનેત્રીઓમાંની એક છે.

આજે અમે શિલ્પા અને રાજ કુન્દ્રાના પુત્ર વિયાન વિશે વાત કરી રહ્યા છીએ, જે માત્ર 11 વર્ષનો છે અને તેણે એક વર્ષ પહેલા એટલે કે 10 વર્ષની ઉંમરે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.

Viaan ના આ સ્ટાર્ટઅપનું નામ VR Kicks છે જે કસ્ટમાઇઝ્ડ સ્નીકર્સ વેચે છે. Viaanનું આ સ્ટાર્ટઅપ ગ્રાહકની માંગ પ્રમાણે સ્નીકર્સને કસ્ટમાઇઝ કરે છે.

આજે સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક, ઘરે બેઠાં-બેઠાં ઓનલાઈન કરો રોકાણ, જાણો સરકારની સ્કીમની સંપૂર્ણ પ્રક્રિયા

ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ

હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો

શિલ્પા શેટ્ટીએ એક વીડિયોમાં કહ્યું હતું કે વિઆને તેની કમાણીનો અમુક હિસ્સો ચેરિટીમાં દાન કરવાનું વચન આપ્યું છે. તમને જણાવી દઈએ કે વિયાનના પિતા રાજ કુન્દ્રા એક સફળ બિઝનેસમેન છે.


Share this Article